Bijapur Naxal Attack: નક્સલીઓની કેદમાં રહેલા CRPF જવાનનો PHOTO સામે આવ્યો
છત્તીસગઢના બીજાપુરમાં થયેલી નક્સલી અથડામણ બાદથી ગૂમ થયેલા સીઆરપીએફ જવાન રાકેશ્વરસિંહ મન્હાસની એક તસવીર સામે આવી છે.
Trending Photos
રાયપુર: છત્તીસગઢ (Chhattisgarh) ના બીજાપુર (Bijapur) માં થયેલી નક્સલી અથડામણ બાદથી ગૂમ થયેલા સીઆરપીએફ જવાન રાકેશ્વરસિંહ મન્હાસની એક તસવીર સામે આવી છે. સીઆરપીએફ કમાન્ડો રાકેશ્વર સિંહનો ફોટો જારી કરીને નક્સલીઓએ દાવો કર્યો છે કે જવાન સુરક્ષિત છે. આ અગાઉ નક્સલીઓએ કેટલાક સ્થાનિક મીડિયાકર્મીઓને એક પત્ર જારી કરીને કહ્યું હતું કે ગૂમ થયેલો જવાન તેમના કબજામાં છે.
પત્રકારનો મોટો ખુલાસો-જવાનને ગોળી વાગી છે
આ બધા વચ્ચે છત્તીસગઢ (Chhattisgarh) ના એક સ્થાનિક પત્રકાર ગણેશ મિશ્રાએ પણ જવાન રાકેશ્વર સિંહ મન્હાસ(Rakeshwar Singh Manhas) અંગે મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે તે જવાન નક્સલીઓના કબજામાં છે. એએનઆઈ સાથે વાતચીતમાં ગણેશ મિશ્રાએ કહ્યું કે મને નક્સલીઓના બે ફોન આવ્યા છે કે એક જવાન તેમના કબજામાં છે. તેમણે કહ્યું કે જવાનને ગોળી વાગી છે અને તેને મેડિકલ ટ્રિટમેન્ટ અપાઈ છે. નક્સલીઓએ કહ્યું કે જવાનને 2 દિવસમાં છોડી મૂકવામાં આવશે. તેમણે કહ્યું કે જવાનનો વીડિયો અને ફોટો જલદી જારી કરવામાં આવશે.
I received two calls from Naxals that one jawan is in their custody. They said the jawan received bullet injury&was given medical treatment,& he'll be released in 2 days. They said a video&photo of jawan to be released soon: Ganesh Mishra, a journalist from Bijapur, Chhattisgarh pic.twitter.com/2lXRNnfggX
— ANI (@ANI) April 7, 2021
22 જવાન શહીદ
અત્રે જણાવવાનું કે શનિવારે 3 એપ્રિલના રોજ છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળોના જવાનો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 22 જવાનો શહીદ થયા. જ્યારે 31 જવાનો ઘાયલ થયા છે. આ સાથે જ એક જવાન રાકેશ્વર સિંહ મન્હાસ ગૂમ થયા હતા.
2011માં સીઆરપીએફમાં ભરતી થયા હતા રાકેશ્વર સિંહ
રાકેશ્વરસિંહ મન્હાસ વર્ષ 2011માં સીઆરપીએફમાં જોડાયા હતા. ત્રણ મહિના પહેલા જ છત્તીસગઢમાં તેમનું પોસ્ટિંગ થયું હતું. 7 વર્ષ પહેલા રાકેશ્વર સિંહના લગ્ન થયા હતા અને 5 વર્ષની એક છોકરી છે. માતા કુંતીદેવી અને પત્ની મીનુએ કેન્દ્ર અને રાજ્ય સરકારને રાકેશ્વરને નક્સલીઓના કબજામાંથી છોડાવવાની માગણી કરી છે. તેમના પિતા જગતાર સિંહ પણ સીઆરપીએફમાં હતા. તેમનું નિધન થયું છે. નાનો ભાઈ સુમિત પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરે છે. બહેન સરિતાના લગ્ન થઈ ગયા છે.
In Bijapur attack,24 security personnel lost lives,31 injured & 1 in our custody. 4 People's Liberation Guerrilla Army personnel lost lives. Ready to negotiate with govt,they can announce mediators. Will release him. Police Jawans not our enemies:Communist Party of India (Maoist) pic.twitter.com/oMRFZaiBeb
— ANI (@ANI) April 7, 2021
નક્સલી હુમલામાં 24 જવાનોના મોતનો નક્સલીઓનો દાવો
કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માઓઈસ્ટ)એ દાવો કર્યો છે કે બીજાપુર હુમલામાં 24 જવાનોએ જીવ ગુમાવ્યા, 31 ઈજાગ્રસ્ત અને એક જવાન અમારા કબ્જામાં છે. અમારા 4 લોકોએ જીવ ગુમાવ્યા. સરકાર સાથે વાતચીત માટે અમે તૈયાર છીએ. અમે જવાનને છોડી મૂકીશું. પોલીસ જવાનો અમારા દુશ્મનો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે