ઝી ન્યૂઝ/અમદાવાદ: દુનિયામાં લગભગ મોટા ભાગના લોકો પોતાના જીવન કાળ દરમિયાન કમ સે કમ એક વખત ઉંઘમાં વાત કરે જ છે. જેને સ્લીપ ટોકિંગ કહેવામાં આવે છે. ઉંઘમાં વાત કરવી એ કોઇ બિમારી નથી પરંતુ માણસની ઉંઘવાની પરિસ્થિતિ પ્રમાણે આવું થતું હોય છે... એટલે કે, દરેક માણસ જુદી-જુદી રીતે વાત કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે આ શું થવા બેઠું છે? જમીનમાંથી નીકળ્યો રહસ્યમય ધુમાડો, જ્વાળામુખી ફાટશે તો...!


ઉંઘમાં વાત કરવી અથવા તો નસકોરાના પ્રોબ્લેમને હિપ્નાગોગિક જર્ક્સ કહેવામાં આવે છે. ઘણી વખત આ પ્રક્રિયા ડરાવણી હોય છે. પરંતુ હકિકતમાં આ વાતથી ડરવાની જરૂર નથી. ઉંઘમાં વાત કરનારાઓથી સૌથી વધુ તકલીફ એ લોકોને થાય છે.. જેઓ બેડ શેર કરે છે અથવા તો તેના રૂમમાં સૂવાની વ્યવસ્થા કરે છે. ઉંઘમાં જો કોઇ વ્યક્તિ એક શબ્દ અથવા તો પૂરું વાક્ય બોલે છે તો તેને સાઇન્ટિફિક ભાષામાં સોમ્નીલોક્વી કહેવામાં આવે છે. ઉંઘમાં કેટલાક લોકો ચીસો પાડે છે તો કેટલાક લોકો તેના પ્રિય વ્યક્તિનું નામ લેતા હોય છે.. અથવા તો કેટલાક લોકો હસે છે.


ગુજરાતના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર, આ તારીખથી ફરી કડાકા ભડાકા સાથે ત્રાટકશે મેઘો


સામાન્ય રીતે બાળકોમાં આ પ્રકારની ઘટના જોવા મળે છે. પરંતુ ઘણા લોકો વધુ વખત આવું કરતા હોય છે.. સામાન્ય રીતે આ ઘટના વર્ષમાં 1થી 2 વખત થતી હોય છે. ઉંઘમાં વાત કરવાના કારણો જણાવીએ તો, પૂરતી ઉંઘ ન થવી, કોઇ એવી વસ્તુની વધુ ઇચ્છા કે પૂરી ન થઇ હોય અથવા તો કોઇની કમી મહેસૂસ થવી. કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે, ઉંઘમાં જે લોકોની વાત નીકળે છે... તે વાત ઘણી વખત સાચી હોય છે.. જેના દ્વારા કેટલાક રહસ્યો પણ જાણવા મળે છે.


સોનું ખરીદતા પહેલા વાંચો! 1 એપ્રિલથી HUID દાગીના જ વેચી શકશે, જાણો શું છે નવો નિયમ?


લોકો ઉંઘમાં ત્યારે વાત કરે છે જ્યારે નૉન-રેપિડ આઇ મુવમેન્ટની પરિસ્થિતિ બને છે. રેપિડ આઇ મુવમેન્ટ પરિસ્થિતિમાં લોકો ઉંઘમાં વાત કરતા નથી.