નવી દિલ્હીઃ ભારતના ઈતિહાસમાં એવી ઘણી પ્રેમ કહાનીઓ છે, જેનો લોકો આજે પણ ભૂલી શક્યા નથી. અનેક પ્રેમીઓ તેના સમ ખાતા હોય છે. આ પ્રેમીઓના કારણે મોટું રાજકારણ ડગમગ્યું, મિત્રો દુશ્મન બન્યા અને દુશ્મનો મિત્ર બની ગયા. આજે આપણે ભારતની 10 અમર પ્રેમ કહાનીઓની વાત કરીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાહજહાં-મુમતાઝઃ ઈતિહાસમાં શાહજહાં-મુમતાઝની પ્રેમ કહાની સૌથી અનોખી છે. તેના પ્રેમની નિશાની આજે પણ તાજમહેલના રૂપમાં હાજર ચે. કરોડો પ્રેમીઓ તેના સોગંધ ખાતા હોય છે. મુગલ બાદશાહ શાહજહાંને આમ તો ઘણી બેગમો હતી, પરંતુ મુમતાઝ સાથે તેને એટલો પ્રેમ હતો કે તેના મોત બાદ મુમતાઝની યાદમાં તાજમહેલનું નિર્માણ કરાવ્યું હતું. 


પૃથ્વીરાજ-સંયુક્તાઃ પૃથ્વીરાજ ચૌહાણની પ્રેમ કહાની પણ ખુબ નિરાલી છે. પૃથ્વીરાજને પોતાના દુશ્મન કન્નોજના રાજા જયચંદની પુત્રી સંયુક્તા સાથે પ્રેમ થઈ ગયો. જ્યારે આ સમાચાર જયચંદને મળ્યા તો તેમણે ગુસ્સામાં સંયુક્તાનો સ્વયંવર રચાવ્યો અને પૃથ્વીરાજને નીચે દેખાડવા માટે દરબારની બહાર એક પુતળુ બનાવ્યું. આ સ્વંયવરમાં ઘણા રાજકુમાર આવ્યા, પરંતુ સંયુક્તાએ બધાને છોડીને તે પુતળાને માળા પહેરાવી દીધી. આ પુતળા પાછળ પૃથ્વીરાજ પહેલાથી છુપાયેલા હતા. ભરેલા દરબારમાં બધાની સામે સંયુક્તાને લઈને પૃથ્વીરાજ ભાગી ગયા હતા. 


આ પણ વાંચોઃ વૈજ્ઞાનિકની નોકરી છોડી શરૂ કર્યું સમોસા સિંહ સ્ટાર્ટઅપ, આજે 45 કરોડનો કારોબાર


બાજબહાદૂર-રૂપમતિઃ માલવાના સુલ્તાન બાજ બહાદૂરે શિકાર દરમિયાન રૂપમતિને જોઈ અને પોતાનું દિલ આપી દીધુ. એક સુલ્તાને એક સામાન્ય યુવતીને જોઈ અને કોઈની પરવા કર્યા વગર તેને પોતાની બેગમ બનાવી લીધી. સુલ્તાનના પરિવારજનોએ પણ બિનમુસ્લિમ રૂપમતિનો સ્વીકાર ન કર્યો, પરંતુ બાજ બહાદૂરે કોઈને ચિંતા કરી નહીં.  
બાજીરામ-મસ્તાનીઃ મરાઠા પેશવા બાજીરાવની મુસ્લિમ બીજી પત્નીનું નામ મસ્તાની હતું. બંનેની પ્રેમ કહાની સદીઓ બાદ પણ લોકો ભૂલ્યા નથી. મસ્તાની બાજીરાવને એટલો પ્રેમ કરતી હતી કે જ્યારે બાજીરાવનું મોત થયું તો તેની ચિતાની સાથે તે સતી થઈ ગઈ હતી. 


બિમ્બિસાર-આમ્રપાલીઃ મગધના રાજા બિમ્બિસાર યુદ્ધ દરમિયાન ઘાયલ થઈ ગયા અને વેશ પલ્ટી વૈશાલીમાં પહોંચ્યા. ત્યાં નર્તકી આમ્રપાલીએ તેને સામાન્ય સૈનિક સમજી તેની સેવા કરી, બાદમાં બિમ્બિસારે આમ્રપાલી સાથે લગ્ન કર્યા. કહેવામાં આવે છે કે બિમ્બિસારને 400 રાણીઓ હતી, પરંતુ આમ્રપાલીની જગ્યા સૌથી ખાસ હતી. 


સલીમ-અનારકલીની વાર્તા એવી દર્દનાક વાર્તા છે, જેનું પરિણામ ખૂબ જ ખતરનાક નીકળ્યું. અનારકલીને મેળવવા માટે રાજકુમાર સલીમે અકબર સાથે લડાઈ પણ કરી હતી, જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. અકબરે તે શરત રાખી કે સલીમ અનારકલી તેને સોંપી દે કે ખુદ મોતને ગળે લગાવી લે. સલીમે અનારકલીથી દૂર થવાની જગ્યાએ મોતને સારૂ સમજ્યું, પરંતુ અંતિમ સમયમાં અનારકલીએ આવી સલીમનો જીવ બચાવી લીધો અને ખુદને બાદશાહ અકબરના હવાલે કરી દીધી. અકબરે તેને દીવાલમાં કેદ કરી દીધી. 


આ પણ વાંચોઃ 10 હજાર રૂપિયાથી શરૂઆત, આ રીતે ચંદુભાઈએ બાલાજી વેફર્સને બનાવી 10,000 કરોડની કંપની


ચંદ્રગુપ્ત-હેલેનાઃ મગધના રાજા ચંદ્રગુપ્ત ગ્રીસની હેલેનાને જોઈને એટલા દીવાના થઈ ગયા કે તેને મેળવવા માટે તેના પિતા સેલ્યુકલ સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા, યુદ્ધમાં સેલ્યુકલને હરાવ્યા બાદ તેમણે હેલેના સામે લગ્નનો પ્રસ્તાવ રાખ્યો હતો. 


ઔરંગઝેબ-જૈનાબાઈઃ કહેવાય છે કે ધર્માંધ મુગલ શાસક ઔરંગઝેબ પણ એક મહિલાના પ્રેમમાં કેદ હતો. આ મહિલાનું નામ જૈનાબાઈ હતું અને નાચવા ગાવાનું કામ કરતી હતી, પરંતુ પોતાની છબી અને જમાનામાં જગહંસાઈના ડરથી ઔરંગઝેબે ક્યારેય તેને સામે આવવા દીધી નહીં. ઔરંગઝેબ પર લખાયેલા એક પુસ્તકમાં તેનો વિસ્તારથી ઉલ્લેખ છે. 


હીર-રાંઝાઃ આ પ્રેમ કથાની નાયિકા હીર એક ધનવાન પરિવાર સાથે સંબંધ રાખતી હતી. તે ખુબ સુંદર હતી અને રાંઝાને ખુબ પ્રેમ કરતી હતી. હીરના પરિવારજનોને તે પસંદ આવ્યું નહીં અને તેણે તેના લગ્ન કરાવી દીધા, પરંતુ લગ્ન બાદ પણ બંનેના પ્રેમમાં કોઈ ઘટાડો થયો નહીં. રાંઝા હીરના પ્રેમમાં ફકીર બની તેના ગામ પહોંચી ગયો. આ પ્રેમ કહાનીનો અંત પણ મોતથી થયો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube