Balaji Wafers: ખેતર વેચી 10 હજાર રૂપિયાથી કરી શરૂઆત, આ રીતે ચંદુભાઈ વિરાણીએ બાલાજી વેફર્સને બનાવી 10,000 કરોડની કંપની

Balaji Wafers success story: ગુજરાતમાંથી અનેક ઉદ્યોગપતિઓએ નાના પાયે શરૂઆત કરી મોટી સફળતા મેળવી છે. આજે ગુજરાતમાં અનેક લોકપ્રિય બ્રાન્ડ મળી જશે, જે દેશ-વિદેશમાં મોટુ નામ ધરાવે છે. આવી જ કહાની બાલાજી વેફર્સની છે. કઈ રીતે ખેડૂત પરિવારમાંથી આવતા ચંદુભાઈ વિરાણીએ ભારતીય ચિપ્સ માર્કેટમાં કબજો કરી લીધો.
 

Balaji Wafers: ખેતર વેચી 10 હજાર રૂપિયાથી કરી શરૂઆત, આ રીતે ચંદુભાઈ વિરાણીએ બાલાજી વેફર્સને બનાવી 10,000 કરોડની કંપની

રાજકોટઃ balaji wafers Chandubhai Virani- વર્ષ 1972માં એક ગુજરાતી ખેડૂત ખેતીમાં નુકસાનને કારણે પોતાનું ખેચર વેચી દીધુ અને પોતાના પુત્ર ચંદુભાઈ વિરાણીને 10000 રૂપિયા આપ્યા. વરસાદ ન પડવાને કારણે ભયંકર દુષ્કાળ પડ્યો હતો અને આ કારણે ચંદુભાઈ વિરાણીના પિતાએ જમીન વેચવી યોગ્ય સમજી. ત્યારબાદ ચંદુભાઈએ રાજકોટની તે સમયની જાણીતી એસ્ટ્રોન સિનેમાની સામે નાસ્તો વેચવાનું શરૂ કર્યું. તે સમયે તેમણે સેન્ડવિચનું વેચાણ શરૂ કર્યું. આ કામમાં સમસ્યા હતી કે સેન્ડવિચ બચી જાય તો ખરાબ થઈ જતી હતી. 

બીજીવાત છે કે સિનેમા જોનાર દર્શકોની સામે એવો કોઈ વિકલ્પ નહોતો કે તે નાસ્તો ઘરે લઈ જઈ શકે. ત્યારબાદ ચંદુભાઈ વિરાણીના હાથમાં એક ખજાનો લાગી ગયો. તે પ્રથમવાર સિનેમા હોલમાં બટાટાની ચિપ્સ વેચવા લાગ્યા. ચંદુભાઈ વિરાણીને તે માટે ફેક્ટરી અને મશીનની જરૂર હતી. પિતાએ આપેલા 10000 રૂપિયાથી તેમણે ઘરમાં એક નાની એક્ટરી લગાવી દીધી હતી. ચંદુભાઈ વિરાણી આ ફેક્ટરીમાંથી જોરદાર ચિપ્સ બનાવવા લાગ્યા.

રાજકોટમાં સિનેમા હોલ બહાર વેચી ચિપ્સ
ચંદુભાઈએ સિનેમા હોલની સાથે બે અન્ય કેન્ટિનમાં ચિપ્સ વેચવાનું શરૂ કર્યું. સિનેમા હોલની બહાર રાજકોટના ઓછામાં ઓછા 30 કારોબારી ચંદુભાઈ વિરાણીની ચિપ્સ ખાઈ રહ્યાં હતા. ધીમે ધીમે તેમનો ધંધો વધવા લાગ્યો અને તેમણે ઘરની બહાર એક મોટી ફેક્ટરી લગાવી દીધી. 

ઉધાર લઈ લગાવી ફેક્ટરી
વર્ષ 1989માં ચંદુભાઈ વિરાણીએ 50 લાખ રૂપિયા ઉધાર લીધા અને ગુજરાતની સૌથી મોટી ચિપ્સ ફેક્ટરી લગાવી દીધી. ચંદુભાઈ વિરાણીનું ફોકસ ક્વોલિટી, ટેક્નોલોજી અને સાફ સફાઈ પર હતું. થોડા સમયમાં તેનું પરિણામ મળવા લાગ્યું. ચંદુભાઈ વિરાણીએ એક મોટી ફેક્ટરી સ્થાપી જ્યાંથી દર કલાકે 250 કિલો બટાટાની ચિપ્સ બનાવી શકાતી હતી. આ સમયે ચંદુભાઈ ₹30000 રૂપિયા મહિને કમાણી કરી રહ્યાં હતા અને આ કામને ફુલ ટાઈમ કરવા ઈચ્છતા હતા. 

હનુમાન મંદિરથી લીધુ બાલાજી નામ
વર્ષ 1995માં ચંદુભાઈ વિરાણીએ બાલાજી વેફર્સની સ્થાપના કરી. એસ્ટ્રોન સિનેમાની પાછળ એક હનુમાન મંદિરમાંથી પ્રેરણા લઈ બાલાજી વેફર્સની શરૂઆત કરવામાં આવી. આ સમયે માત્ર ગુજરાત જ નહીં દેશભરમાં ચિપ્સની માંગ વધવા લાગી હતી. ત્યારબાદ બાલાજી વેફર્ટે નમકીન અને અન્ય સેગમેન્ટમાં કામની શરૂઆત કરી હતી. 

બાલાજી વેફર્સે નામ બનાવ્યું
ચંદુભાઈ વિરાણીની ચિપ્સ શાનદાર સ્વાદને કારણે ગુજરાતમાં ખુબ જાણીતી બની ગઈ હતી. વર્ષ 2000 સુધી બાલાજી વેફર્સની ચિપ્સ માર્કેટમાં 90 ટકા ભાગીદારી હતી, જ્યારે નમકીન માર્કેટમાં તેમની 70 ટકા ભાગીદારી હતી. બાલાજી વેફર્સના 100થી વધુ ડિસ્ટ્રીબ્યૂટર, 30000 રિટેલર હતા, જ્યારે તેમની મેગા ફેક્ટરીમાં 1200 કિલો ચિપ્સ દર કલાકે તૈયાર કરવામાં આવી રહી હતી. 

ગુજરાતની બહાર નિકળી કંપની
ચંદુભાઈ વિરાણી તે જાણતા હતા કે જો બાલાજી વેફર્સને મોટી બનાવવી છે તો તેણે ગુજરાતની બહાર જવું પડશે. ત્યારબાદ બાલાજી વેફર્સે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં કામકાજ શરૂ કર્યું. ચંદુભાઈની પાસે દરેક વિસ્તાર પ્રમાણે લોકોને આપવા માટે અલગ ફ્લેવર હતી. આ કારણે બાલાજી વેફર્સે ત્રણેય રાજ્યોમાં ખુબ પ્રગતિ કરી. ગુજરાતના ગાઠિયા અને મહારાષ્ટ્રના ચાટ ચસ્કા ફ્લેવર બાલાજી વેફર્સ માટે અન્ય રાજ્યોમાં સફળતાની કહાની બની ગયા. 

બાલાજી વેફર્સનો ધંધો આગળ વધી રહ્યો હતો અને તે ધીમે-ધીમે 1000 કરોડ રૂપિયાની કંપની બની ગઈ. અંકલ ચિપ્સ અને લેઝ સાથે મુકાબલો કરવા માટે બાલાજીએ 25 ટકા ચિપ્સ એક્સ્ટ્રા આપવાનું શરૂ કરી દીધુ. બાલાજી વેફર્સની આ રણનીતિ સામે પેપ્સી હાર માની ગઈ હતી.

પેપ્સીએ માની લીધી હાર
પેપ્સીની બજાર ભાગીદારી ત્યારબાદ 10 ટકા ઘટી ગઈ. વર્ષ 2013માં પેપ્સીએ બાલાજી વેફર્સને ખરીદવા માટે 4000 કરોડ રૂપિયાની બોલી લગાવી. આ સમયે બાલાજી વેફર્સનું રેવેન્યૂ 1800 કરોડ રૂપિયા વાર્ષિક હતું. ચંદુભાઈ વિરાણી મોટી યોજના પર કામ કરી રહ્યાં હતા અને તેમણે તે સમયે પેપ્સી અને બાદમાં ગ્લોબલ એફએમસીજી દિગ્ગજ કેલોગ્સના પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો. 

બાલાજીનું રેવેન્યૂ 4000 કરોડ
આજે બાલાજી વેફર્સ વર્ષે 4000 કરોડ રૂપિયાનું રેવેન્યૂ મેળવી રહી છે. દેશમાં તેની ચાર મોટી ફેક્ટરી છે, જ્યાં 6.5 મિલિયન કિલો બટાટા અને 10 મિલિયન કિલો નમકીન દરરોજ બનાવવામાં આવે છે. ચંદુભાઈ વિરાણીને સુલ્તાન ઓફ વેફર્સ પણ કહેવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news