આજથી ટ્રેનો દોડશે પાટા પર...મુસાફરી અગાઉ આ 10 વાતોનું ખાસ રાખો ધ્યાન, નહીં તો પસ્તાશો
કોરોનાકાળમાં દોઢ મહિનાથી વધુ સમયના લોકડાઉન બાદ હવે અર્થવ્યવસ્થાને ધીરે ધીરે પાટા પર લાવવાની કોશિશ થઈ રહી છે. આ સંલગ્નમાં ભારતીય રેલવે આજથી 15 સ્થળો માટે પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરી રહ્યું છે. જેને લઈને લોકોમાં પણ ખુબ ઉત્સાહ છે. જો તમે પણ ટિકિટ બુક કરાવી હોય અને મુસાફરી શરૂ કરવા માટે તૈયાર હોવ તો જરા થોભો....
નવી દિલ્હી: કોરોનાકાળમાં દોઢ મહિનાથી વધુ સમયના લોકડાઉન બાદ હવે અર્થવ્યવસ્થાને ધીરે ધીરે પાટા પર લાવવાની કોશિશ થઈ રહી છે. આ સંલગ્નમાં ભારતીય રેલવે આજથી 15 સ્થળો માટે પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરી રહ્યું છે. જેને લઈને લોકોમાં પણ ખુબ ઉત્સાહ છે. જો તમે પણ ટિકિટ બુક કરાવી હોય અને મુસાફરી શરૂ કરવા માટે તૈયાર હોવ તો જરા થોભો....
રેલવેએ બદલ્યો નિર્ણય...સિલેક્ટેડ રેલવે સ્ટેશનો પર ખુલશે કાઉન્ટર, આ લોકોને મળશે ભાડામાં છૂટ
આ 10 વાતોનું રાખો ધ્યાન....
1. 90 મિનિટ પહેલા રેલવે સ્ટેશને પહોંચવું જરૂરી છે.
2. કન્ફર્મ ટિકિટવાળાઓને જ સ્ટેશન પર એન્ટ્રી
3. મુસાફરો માટે ફેસ કવર કરવો જરૂરી અને સ્ક્રિનિંગ જરૂરી
4. થર્મલ તપાસ બાદ જ મુસાફરી કરી શકાશે
5. સંક્રમણના લક્ષણ જોવા મળતા મુસાફરીની મંજૂરી નહીં અપાય.
6. મુસાફરોએ ખાણી, પીણી અને ચાદર સાથે લાવવા સલાહ
7. પેક ભોજન માટે કરવી પડશે ચૂકવણી
8. રેલવે સ્પેશિયલ ટ્રેનોમાં ચાદર અને બ્લેન્કેટ મળશે નહીં.
9. મુસાફરોને આરોગ્ય સેતુ એપના ઉપયોગની સલાહ
10. નવી દિલ્હી રેલવે સ્ટેશનમાં પહાડગંજ તરફથી મળશે પ્રવેશ
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube