રેલવેએ બદલ્યો નિર્ણય...સિલેક્ટેડ રેલવે સ્ટેશનો પર ખુલશે કાઉન્ટર, આ લોકોને મળશે ભાડામાં છૂટ

રેલવેએ ભલે કહ્યું હોય કે રેલવે સ્ટેશન પર ટિકિટ કાઉન્ટર નહીં ખુલે પરંતુ સોમવારે રાતે પોતાના નિર્ણયમાં ફેરફાર કરતા હવે કહ્યું કે કેટલાક મર્યાદિત રેલવે સ્ટેશનો પર સિલેક્ટેડ કેટેગરીના લોકો માટે ટિકિટ કાઉન્ટર ખુલશે. જે જગ્યાએથી ટ્રેન શરૂ થશે અને જ્યાં પહોંચશે ત્યાં કેટલાક ન્યૂનતમ ટિકિટ કાઉન્ટર ખોલવામાં આવશે. 
રેલવેએ બદલ્યો નિર્ણય...સિલેક્ટેડ રેલવે સ્ટેશનો પર ખુલશે કાઉન્ટર, આ લોકોને મળશે ભાડામાં છૂટ

નવી દિલ્હી: રેલવેએ ભલે કહ્યું હોય કે રેલવે સ્ટેશન પર ટિકિટ કાઉન્ટર નહીં ખુલે પરંતુ સોમવારે રાતે પોતાના નિર્ણયમાં ફેરફાર કરતા હવે કહ્યું કે કેટલાક મર્યાદિત રેલવે સ્ટેશનો પર સિલેક્ટેડ કેટેગરીના લોકો માટે ટિકિટ કાઉન્ટર ખુલશે. જે જગ્યાએથી ટ્રેન શરૂ થશે અને જ્યાં પહોંચશે ત્યાં કેટલાક ન્યૂનતમ ટિકિટ કાઉન્ટર ખોલવામાં આવશે. 

રેલવેનું કહેવું છે કે તેનાથી કોઈ પણ જનરલ પેસેન્જર ટિકિટ બુક કરાવી શકશે નહીં. આ કેટલીક સિલેક્ટેડ કેટેગરીના મુસાફરો માટે જ છે. પોતાના સુધારાવાળા ઓર્ડરમાં રેલવેએ કહ્યું કે વિશેષ રેલવે માર્ગો પર સાંસદો, સ્વતંત્રતા સેનાનીઓ માટે અતિ ન્યૂનતમ રિઝર્વેશન કેન્દ્ર ખોલવામાં આવશે. સામાન્ય કોટા ટિકિટ ફક્ત વેબસાઈટ દ્વારા જ બુક થશે. 

ઓર્ડરમાં કહેવામાં આવ્યું કે દિવ્યાંગજનો માટે 3 એસીમાં બે સીટ રિઝર્વ્ડ રહેશે, વર્તમાન અને પૂર્વ સાંસદો માટે 1 એસીમાં બે સીટ, 2 એસીમાં ચાર સીટ રિઝર્વ્ડ રહેશે. દર્દીઓ, વિદ્યાર્થી, દિવ્યાંગ લોકો ટિકિટ બુક કરાવવામાં છૂટ લઈ શકે છે. સિનિયર સિટિઝન માટે કોઈ છૂટ નથી. 

રેલવેએ એ પણ જાણકારી આપી છે કે મુંબઈ દિલ્હીની તમામ કેટેગરીની ટિકિટ 12મીથી 17 તારીખ સુધીની એટલે કે એક અઠવાડિયાની બધી ટિકિટ બુક થઈ ગઈ છે. આ ઉપરાંત 11 તારીખના રાતે સવા નવ વાગ્યા સુધીમાં લગભગ 30 હજાર પીએનઆર જનરેટ થયા છે. 54 હજારથી વધુ મુસાફરોએ રિઝર્વેશન કરાવ્યું છે. 

જુઓ LIVE TV

10 મિનિટમાં વેચાઈ ગઈ હાવડા-દિલ્હીની બધી ટિકિટ
આઈઆરસીટીસીએ પોતાની વેબસાઈટ પર સોમવાર સાંજ 6 વાગ્યા બાદ, 12મેથી દોડનારી વિશેષ ટ્રેનો માટે બુકિંગ શરૂ કર્યું અને હાવડા-દિલ્હી માર્ગની ટ્રેનના એસી-1 અને એસી-3ની બધી ટિકિટો 10 મિનિટની અંદર વેચાઈ ગઈ. ટિકિટ બુકિંગ પહેલા સાંજે 4 વાગે શરૂ થવાનું હતું પરંતુ કેટલીક ટેક્નિકલ ખામીના કારણે તેમાં મોડું થયું. સાંજે લગભગ પોણા પાંચ વાગે આઈઆરસીટીસીએ સૂચના આપી કે બુકિંગ સાંજે છ વાગ્યાથી શરૂ થશે. હાવડા-નવી દિલ્હી ટ્રેન મંગળવારે હાવડાથી સાંજે 5 વાગ્યાને 5 મિનિટે રવાના થવાની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news