નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ (West Bengal)માં મમતા બેનર્જી (Mamata Banerjee)ને માત આપવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP) હવે નાના-મોટા સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ પર ફોકસ કરી રહી છે. આ તે સંસ્થા છે, જેની હિન્દુ મતદાતાઓ પર મોટી અસર છે. પાર્ટી સૂત્રોનું કહેવું છે કે પશ્ચિમ બંગાળના પ્રવાસ દરમિયાન મહાપુરૂષોના જન્મસ્થળ પર જવાની સાથે બુદ્ધિજીવિઓ અને સમાજના અન્ય વર્ગો સાથે પણ ગૃહ મંત્રી અમિત શાહ  (Amit Shah)ની મુલાકાત થઈ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ બંગાળ પ્રવાસ દરમિયાન દરેક વર્ગને પાર્ટીમાં જોડવા પર ભાર આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમામ વર્ગો પર નજર
પશ્ચિમ બંગાળમાં હિન્દુઓના ઘણા બધા વર્ગ છે, જે રામકૃષ્ણ મિશન, ભારત સેવાશ્રમ સંઘ, હિન્દુ મિલન સમાજ, ઇસ્કોન વગેરે સંગઠનો પોતાના હિસાબથી વલણ નક્કી કરે છે. અમિત શાહે શનિવારે રામકૃષ્ણ મિશન જઈને પશ્ચિમ બંગાળના બે દિવસીય પ્રવાસ શરૂ કર્યો હતો. તેમણે રામકૃષ્ણ મિશન જઈને સ્વામી વિવેકાનંદની પ્રતિમાને માળા અર્પણ કરી હતી. બંગાળમાં સ્વામી વિવેકાનંદની સ્વીકાર્યતા વધારે છે, જનતા તેમને પોતાના આદર્શ માને છે. ભાજપ પણ તે વાતને જાણે છે કે તમામ વર્ગોને પોતાના પક્ષમાં કરવા જરૂરી છે. 


આ પણ વાંચોઃ કોરોનાની રસી સામે નવો પડકાર, અદાર પૂનાવાલાએ મોદી સરકારને કરી મહત્વની અપીલ 


આ રણનીતિ પર ચાલી રહ્યું છે કામ
પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસની ચૂંટણી રણનીતિ પ્રશાંત કિશોર સંભાળી રહ્યા છે તો ભાજપનું થિંક ટેક મમતા બેનર્જીની દરેક રણનીતિને કાઉન્ટર કરવામાં લાગેલું છે. આવું એક થિંક ટેક છે- શ્યામા પ્રસાદ મુખર્જી રિસર્ચ ફાઉન્ડેશન. દિલ્હીના અશોકા રોડથી સંચાલિત આ સંસ્થા પણ પશ્ચિમ બંગાળમાં ભાજપની રણનીતિ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. અમિત શાહના પ્રવાસ દરમિયાન ફાઉન્ડેશનના ડાયરેક્ટર અનિર્બાન ગાંગુલી પણ હાજર રહ્યા હતા. 


આ પણ વાંચોઃ Rahul Gandhi ના ખાસ ગણાતા આ 2 નેતા કોંગ્રેસની મહત્વની બેઠકમાં સામેલ નહીં


પશ્ચિમ બંગાળમાં માં કાલીના અનુયાયિઓને મોટી સંખ્યામાં જોઈ ભાજપના વરિષ્ઠ નેતા દરેક પ્રવાસ દરમિયાન દક્ષિણેશ્વર કાલી મંદિરનો પ્રવાસ કરે છે. આ પ્રકારે શ્રીરામની સાથે-સાથે હવે માં કાલી પર પણ ભાજપે ફોકસ કર્યું છે. ભાજપે દરેક જિલ્લામાં ધાર્મિક અને સામાજિક સંગઠનો સાથે સંપર્ક કરવા માટે કમેટીઓ પણ બનાવી છે. આ કમિટીમ પૂર્વ સાંસદ અને ભાજપના નેશનલ સેક્રેટરી અનુપમ હાજરાના નિર્દેશનમાં કામ કરી રહી છે. અનુપમ હાજરા બોલપુરથી ટીએમસીના સાંસદ રહી ચુક્યા છે. પાર્ટી વિરોધી ગતિવિધિઓને કારણે તેમને ટીએમસીએ કાઢી મુક્યા હતા. ત્યારબાદ લોકસભા ચૂંટણી પહેલા તેઓ ભાજપમાં સામેલ થયા હતા. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube