નવી દિલ્હીઃ દેશમાં પ્રથમવાર 24 કલાકમાં કોરોનાના 1,000થી વધુ કેસ સામે આવ્યા છે. આંકડા જુઓ તો છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. આ સ્થિતિમાં રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન વધુ બે સપ્તાહ એપ્રિલના અંત સુધી વધારવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 8300ને પાર થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી પીડિત 5 દર્દીઓના મોત થયા, જે રાજધાનીમાં અત્યાર સુધી એક દિવસમાં સૌથી વધુ મોત છે. નવા મામલા રોજ વધી રહ્યાં છે. 166 નવા કેસની સાથે કોરોનાના સંક્રમિતોની સંખ્યા પ્રમાણે દિલ્હી 4 આંકડામાં પહોંચનાર મુંબઈ બાદ બીજું શહેર બની ગયું છે. 


આ વચ્ચે ICMRએ કહ્યું કે, તેણે શનિવારે રાત્રે 9 કલાક સુધી દેશમાં 1,64,773 લોકોના કોવિડ 19 સંક્રમણ માટે 1,79,374 સેમ્પલનો ટેસ્ટ કર્યો છે, જેમાંથી 4.3 ટકા પોઝિટિવ આવ્યા છે. રાજ્યો પાસેથી મળેલા રિપોર્ટ અનુસાર શનિવારે દેશમાં કોવિડ 19ના 825 કેસ આવ્યા. આ પહેલા સૌથી વધુ શુક્રવારે 863 મામલા સામે આવ્યા હતા. 


સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે પાછલા 24 કલાકમાં કોવિડ 19ના 1035 નવા કેસ આવ્યા અને 40 લોકોના મૃત્યુ થયા છે. તેનાથી સત્તાવાર આંકડો 7529 અને દેશભરમાં મોતોની સંખ્યા 242 પહોંચી ગઈ છે. અન્ય રિપોર્ટ પ્રમાણે શનિવારે દેશમાં કુલ 8426 કેસ અને શનિવારે 32 મોતોની સાથે મૃત્યુઆંક 290 પહોંચી ગયો છે. 


મહારાષ્ટ્રમાં શનિવારે સતત સૌથી વધુ 197 મામલા સામે આવ્યા પરંતુ દિલ્હીમાં સ્થિતિ ઝડપથી ખરાબ થઈ રહી છે. રાજધાનીમાં સામે આવેલા 166 નવા મામલામાંથી 128નો સંબંધ તબલિગી જમાતની બેઠક સાથે છે. 


દિલ્હી સરકારે પોતાની હોસ્પિટલોમાં કોવિડ 19ના દર્દીઓ માટે 2406 બેડ નક્કી કર્યાં છે. સરકારી ડેટા જણાવે છે કે, રાજ્યમાં ઝડપી વધી રહેલા કેસોને કારણે હવે 32 ટકા બેડ ખાલી રહ્યાં છે. એક વરિષ્ઠ ડૉક્ટરો કહ્યું, દિલ્હીમાં ઝડપથી કેસો વધ્યા તો અમે સંકટની સ્થિતિમાં પહોંચી શકીએ છીએ. તેવામાં સરકારે કોવિડ-19 સારવાર માટે વધુ હોસ્પિટલો લેવી પડશે. 


મહારાષ્ટ્રમાં શનિવારે કોવિડ 19થી 17 મોત થયા, જેથી રાજ્યમા મૃતકોનો આંકડો દેશમાં સૌથી વધુ 127 પર પહોંચી ગયો છે. રાજસ્થાનમાં આંકડા વધી રહ્યાં છે. શુક્રવારે 98 બાદ શનિવારે ત્યાં 139 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કુલ 700 કોરોના વાયરસના કેસ થઈ ગયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર