શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં બુધવારે સુરક્ષાદળોની એક ટુકડી પર આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો. આ આતંકી હુમલામાં 12 સ્થાનીક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણકારી પ્રમાણે આતંકવાદીઓએ પુલવામાના કાકાપોરા વિસ્તારમાં સુરક્ષા દળો પર ગ્રેનેટ ફેંક્યુ હતું, પરંતુ તે નિશાન ચુકી ગયા અને ગ્રેનેડ રસ્તા પર ફાટ્યુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે પાછલા શુક્રવારે પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ-કાશ્મીરમાં ઉરી સેક્ટરથી લઈને ગુરેજ સેક્ટર સુધી નિયંત્રણ રેખા પર ઘણા સ્થાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. આ દરમિયાન ગોળીબારીમાં ચાર સુરક્ષાકર્મી શહીદ થયા હતા. સાથે અન્ય છ લોકોના મોત થયા હતા. 


10 નવેમ્બરે શોપિયાંના કુતપોરા વિસ્તારમાં સુરક્ષાદળોએ આતંકીઓને ઘેરી લીધા હતા. સુરક્ષાદળોને આતંકીઓ છુપાયા હોવાના ઇનપુટ મળ્યા હતા. ત્યારબાદ સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું. 


પી ચિદમ્બરમે ચૂંટણીમાં પાર્ટીની હાર પર ચિંતા વ્યક્ત કરી, કહ્યું- સમીક્ષા થવી જોઈએ  


ભારે બરફ અને હિમસ્ખલન
જમ્મુ-કાશ્મીરમાં વરસી રહેલ બરફ અને હિમસ્ખલન સરહદની રક્ષા કરતા જવાનો માટે પડકારભર્યું સાબિત થઈ રહી છે. બુધવારે સવારે ઉત્તરી કાશ્મીરના કુપવાડામાં હિમસ્ખલનની ઝપેટમાં આવીને એક જવાનનું મોત થયું, તો બેને ઈજા પહોંચી હતી.
 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube