સાંબામાં મળી 150 મીટર લાંબી ટનલ, એક છેડો ભારતમાં તો બીજો પાકિસ્તાનમાં
સતત નિષ્ફળ થતા ષડયંત્રના છતાં પણ પાકિસ્તાન તરફથી નાપાક ઇરાદા લઇને ભારતીય સીમામાં ઘૂસણખોરી ચાલુ છે. ઘણી વાર ઘૂસણખોરો પકડાયા છે અને માર્યા ગયા છે, પરંતુ પાકિસ્તાન સુધરતું નથી. આ વચ્ચે બોર્ડર પર સતર્ક ભારતીય જવાનોને એક લાંબી ટનલ મળી આવી છે.
સાંબા: સતત નિષ્ફળ થતા ષડયંત્રના છતાં પણ પાકિસ્તાન તરફથી નાપાક ઇરાદા લઇને ભારતીય સીમામાં ઘૂસણખોરી ચાલુ છે. ઘણી વાર ઘૂસણખોરો પકડાયા છે અને માર્યા ગયા છે, પરંતુ પાકિસ્તાન સુધરતું નથી. આ વચ્ચે બોર્ડર પર સતર્ક ભારતીય જવાનોને એક લાંબી ટનલ મળી આવી છે.
150 મીટર લાંબી છે ટનલ
મળતી જાણકારી અનુસાર, શનિવારના ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર લાગેલી વાડની નીચે ટનલ મળી આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, બોર્ડર સુરક્ષા દળે આ ટનલની જાણકારી મેળવી. ત્યારબાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
જણાવવામાં આવી રહ્યું છે કે આ ટનલની મદદથી ભારતીય બોર્ડરમાં ઘૂસણખોરી કરવામાં આવે છે, આ ટનલની લંબાઇ લગભગ 150 મીટર છે.
આ પણ વાંચો:- EXLUSIVE: Bollywoodમાં ડ્રગ ડીલરોના રહસ્યનો ખુલાસો! ઇન્ફોર્મરે જણાવ્યું સત્ય
પાકિસ્તાની બોર્ડર ચોકીથી 400 મીટર દૂર ટનલ
બીએસએફ આઇજી એનએસ જામવાલે જણાવ્યું કે, સાંબામાં ઝીરો લાઇનથી લગભગ 150 મીટર સુધી ટનલ બનેલી છે. શુક્રવારના ઇનપુટ મળ્યા હતા કે સાંબા વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. ટનલના છેડાને રેતી ભરેલા થેલાથી ઢાંકી દેવામાં આવ્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે, રેતીની આ પ્લાસ્ટિકના થેલા પર કરાચી અને શકરગઢ લખેલું છે. આ ટનલનું ષડયંત્ર પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યાના પાક્કા પુરાવાર છે. આ ટનલ નજીક પાકિસ્તાનની બોર્ડ ચોકી 400 મીટર દુર છે.
Sushant Caseમાં હોટલ વ્યવસાયી ગૌરવ આર્યાનું કનેક્શન? આ મહત્વની જાણકારી આવી સામે
એક છેડો ભારત તો બીજો પાકિસ્તાનમાં
બીએસએફ તરફથી કહેવામાં આવ્યું છે કે, યોજના બનાવી આ ટનલ ખોદવામાં આવી. તેમનું કહેવું છે કે, પાકિસ્તાન રેન્જર્સ સહિત બીજી એજન્સીની સંમતિ અને સ્વીકૃતિ વગર બોર્ડર પર આટલી મોટી ટનલ બનાવવામાં સફળતા મળે નહીં.
બીએસએફ આઇજીના જણાવ્યા અનુસાર ટનલનો એક છેડો ભારતમાં અને બીજો છેડો પાકિસ્તાનમાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર