જયપુર: રાજસ્થાનના ભીલવાડામાં કોરોના વાયરસ મહામારી દરમિયાન એક લગ્નમાં સામેલ થયેલા અનેક લોકોના જીવ જોખમમાં મૂકાયા છે. આ  લગ્નમાં સામેલ થયેલા 16 લોકોને હવે કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાંથી એકનું મૃત્યુ થયું છે. જ્યારે 58 લોકો ક્વોરન્ટાઈન છે. જિલ્લા પ્રશાસને આ પરિવાર સામે કેસ દાખલ કર્યો છે અને 6 લાખ રૂપિયાથી વધુ રૂપિયાનો દંડ ત્રણ દિવસમાં ભરવા જણાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં શહેરના ભદાદા મોહલ્લામાં ઘીસૂલાલ રાઠીના પુત્ર રિઝૂલના લગ્ન 13 જૂનના રોજ થયા હતાં. પરિવારજનોએ પ્રશાસન પાસેથી મંજૂરી લીધી તો તેમને વધુમાં વધુ 50 લોકોને બોલાવવાની શરત પર મંજૂરી અપાઈ. પરંતુ લગ્નમાં નિર્ધારીત સંખ્યા કરતા વધુ લોકો સામેલ થયાં. સૌથી મોટી પરેશાની તો ત્યાં આવી જ્યાં પાછળથી વરરાજા સહિત 16 લોકો કોરોના સંક્રમિત મળ્યાં. જેમાંથી એકનું મોત થયું છે. 


ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના ચેપને કંટ્રોલમાં રાખવા માટે ભીલવાડા મોડલ દેશભરમાં ચર્ચિત છે. જિલ્લા પ્રશાસને કડક વલણ અપનાવતા પરિવાર વિરુદ્ધ એપેડેમિક મેનેજમેન્ટ એક્ટની કલમ 51 તથા લોકોના જીવન જોખમમાં નાખવા બદલ આપીસીની સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. 


જિલ્લાધિકારી રાજેન્દ્ર ભટ્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ લગ્નમાં 50થી વધુ લોકોને આમંત્રણ અપાયું અને લગ્ન કાર્યક્રમ દરમિયાન કોરોના વાયરસના સંક્રમણથી બચવાના નિયમો (સામાજિક અંતર, માસ્ક પહેરવું)નું પણ પાલન થયું નહીં. 


આ લગ્નમાં સામેલ લોકોમાં સંક્રમણનો પહેલો કેસ 19 જૂનના રોજ સામે આવ્યો જ્યારે અત્યાર સુધીમાં 16 લોકોમાં કોરોનાના સંક્રમણની પુષ્ટિ થઈ છે. જેમાંથી એકનું મૃત્યુ થઈ ગયું છે. હજુ પણ આ લગ્નમાં સામેલ થયેલા અનેક લોકો પર કોરોના વાયરસના ચેપનું જોખમ તોળાયેલુ છે. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube