નવી દિલ્હીમાં સગીરાની હત્યાનો એક ચોંકાવનારું સીસીટીવી ફૂટેજ સામે આવતા હડકંપ મચી ગયો છે. દેશની રાજધાનીના શાહબાદ ડેરી વિસ્તારમાં સાહિલ લનામના વ્યક્તિએ 16 વર્ષની સાક્ષીની ચાકૂના ઘા ઝીંકી તથા પથ્થરોથી હત્યા કરી નાખી. સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે વાદ વિવાદ થયા બાદ છોકરો છોકરીને ગલીમાં રોકે છે અને પછી તેના પર ચાકૂથી તાબડતોડ હુમલો કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીના બહારી ઉત્તરી જિલ્લાના શાહબાદ ડેરી પોલીસ મથક વિસ્તારનો આ મામલો છે. એક વ્યક્તિએ પોલીસને છોકરી પર હુમલા અંગે સૂચના આપી અને તરત જ ઘટનાસ્થળે પહોંચવાનું કહ્યું. પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને મામલાની જાણકારી આપી. જાણવા મળ્યું કે સગીરા ગલીમાંથી પસાર થઈ રહી હતી અને અચાનક એક છોકરાએ તેને રોકી અને ચાકૂથી તાબડતોડ વાર કર્યા. આટલા ઘા ઝીંકયા બાદ પણ તેનું મન ન ભરાયું તો આરોપીએ પથ્થરથી હુમલો કર્યો. 


પોલીસ તપાસમાં મૃતક છોકરીની ઓળખ 16 વર્ષની સાક્ષી તરીકે થઈ છે અને આરોપીની ઓળખ સાહિલ (સરફરાઝનો પુત્ર) તરીકે થઈ છે. સગીરા ઈ-36 જેજે કોલોનીમાં રહેતા જનકરાજની પુત્રી હતી. પોલીસે જણાવ્યું કે સાહિલ અને સાક્ષી રિલેશનશીપમાં હતા. પરંતુ રવિવારે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ સાક્ષી જ્યારે તેની સખી નીતુના પુત્રના જન્મદિવસના સામેલ થવા માટે નીકળી તો સાહિલે તેને ગલીમાં રોકી. બંને વચ્ચે પાછી કહાસૂની શરૂ થઈ ગઈ. ત્યારબાદ હત્યાના ઈરાદે આવેલો સાહિલ ચાકૂ લઈને તેની પર તૂટી પડ્યો. આરોપીએ સાક્ષી પર તાબડતોડ વાર કરવાના શરૂ કરી દીધા. આટલા ઘા કર્યા પછી પણ ન ધરાયો તો લગભગ મૃતપાય થએલી છોકરીને પથ્થર મારી મારીને કચડી નાખી.


રક્ષા બજેટથી લઈને બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચર...9 વર્ષમાં ડિફેન્સમાં આવ્યા મોટા ફેરફાર


ISRO એ કર્યો કમાલ! ધૂરંધર દેશોને પછાડીને એવો સેટેલાઈટ લોન્ચ કર્યો...જાણો NavIC વિશે 


ઉજ્જૈનમાં આંધીથી શ્રી મહાકાલ લોક કોરિડોરને મોટું નુકસાન, સપ્તઋષિઓની મૂર્તિઓ તૂટી


દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલિવાલે આ મામલે કહ્યું કે દિલ્હીના શાહબાદ ડેરીમાં એક સગીરા માસૂમ ગુડિયાને ચાકૂ મારીને મારવામાં આવી અને ત્યારબાદ પથ્થરથી કચડી નાખી. દિલ્હીમાં દરિંદાઓનો જુસ્સો બુલંદ છે. પોલીસને નોટિસ પાઠવી રહ્યા છીએ. સાચે બધી હદો પાર થઈ ગઈ છે. મે મારી આટલા વર્ષોની કરિયરમાં આનાથી વધુ ભયાનક શું જોયું નથી.'


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube