9 Years Of Modi Government: રક્ષા બજેટથી લઈને બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધી...છેલ્લા 9 વર્ષમાં ડિફેન્સમાં આવ્યા મોટા ફેરફાર

મોદી સરકારને સત્તા પર આવ્યે 9 વર્ષ થઈ ગયા છે. 9 વર્ષના આ કાર્યકાળ દરમિયાન મોદી સરકારે અનેક મોટા નિર્ણય લીધા. ત્યારબાદ તે ત્રિપલ તલાકનો કાયદો હોય કે પછી જમ્મુ કાશ્મીરમાં કલમ 370 લગાવવાનો. આવા જ કેટલાક મોટા નિર્ણય મોદી સરકાર Vs દેશના ડિફેન્સ સેક્ટરને લઈને પણ કરાયા જેનાથી ઘણા મહત્વના ફેરફાર આવ્યા.

9 Years Of Modi Government: રક્ષા બજેટથી લઈને બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધી...છેલ્લા 9 વર્ષમાં ડિફેન્સમાં આવ્યા મોટા ફેરફાર

મોદી સરકારને સત્તા પર આવ્યે 9 વર્ષ થઈ ગયા છે. 9 વર્ષના આ કાર્યકાળ દરમિયાન મોદી સરકારે અનેક મોટા નિર્ણય લીધા. ત્યારબાદ તે ત્રિપલ તલાકનો કાયદો હોય કે પછી જમ્મુ કાશ્મીરમાં કલમ 370 લગાવવાનો. આવા જ કેટલાક મોટા નિર્ણય મોદી સરકાર Vs દેશના ડિફેન્સ સેક્ટરને લઈને પણ કરાયા જેનાથી ઘણા મહત્વના ફેરફાર આવ્યા. આવો એક નજર ફેરવીએ આ 9 વર્ષમાં ડિફેન્સ સેક્ટરમાં આવેલા ફેરફાર પર...

રક્ષા બજેટ: છેલ્લા 9 વર્ષમાં રક્ષા બજેટમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેનાથી એ વાતનો અંદાજો લગાવી શકાય કે દેશના ડિફેન્સ સેક્ટરને મજબૂત કરવા માટે સરકાર કેટલી પ્રતિબદ્ધ છે. ડિફેન્સ સેક્ટરમાં વધેલી ધનરાશિ આધુનિકીકરણ, અધિગ્રહણ, રિસર્ચ અને વિકાસ માટે ફાળવવામાં આવી છે.

રક્ષા ખરીદી: દેશના ડિફેન્સ સેક્ટરની મજબૂતી માટે સરકાર હાલ આધુનિક હથિયારો અને ઉભરતી ટેક્નોલોજી પર ફોકસ કરી રહી છે. આથી ઘરેલુ રક્ષા ઉત્પાદનો ઉપર પણ ભાર મૂકાઈ રહ્યો છે. જે મુજબ રક્ષા ખરીદીની આખી પ્રક્રિયાને વ્યવસ્થિત કરાઈ રહી છે. સરકારે ઈમ્પોર્ટ પર નિર્ભરતાને ઓછી કરવા માટે દેશમાં જ રક્ષા ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ પ્રોસેસ (DPP) અને મેક ઈન ઈન્ડિયા પહેલ પર ભાર મૂક્યો. 

ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ: ઘરેલુ રક્ષા નિર્માણને પ્રોત્સાહન આપવા માટે મેક ઈન ઈન્ડિયા અને સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ મોડલ જેવી પહેલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં પ્રાઈવેટ સેક્ટરને પણ ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે અને ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટને આકર્ષિત કરવાની કોશિશ થઈ રહી છે. 

રક્ષા આધુનિકીકરણ: મોદી સરકારે છેલ્લા 9 વર્ષમાં ઉભરતી સુરક્ષા પડકારોને પહોંચી વળવા માટે સશસ્ત્ર દળોના આધુનિકીકરણ પર ભાર મૂક્યો છે. આ માટે ફાઈટર જેટ, સબમરીન, આર્ટિલરી સિસ્ટમ, હેલિકોપ્ટર, અને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની ખરીદી સહિત અને પ્રમુખ રક્ષા ડીલ અને અધિગ્રહણોને અંતિમ સ્વરૂપ અપાયું છે. 

રક્ષા કૂટનીતિ: છેલ્લા નવ વર્ષમાં ડિફેન્સ ડિપ્લોમસી પર પણ ઘણું ફોકસ કરાયું છે. જે હેઠળ ભારતના અનેક દેશો સાથે દ્વિપક્ષીય અને બહુપક્ષીય સૈન્ય અભ્યાસ, ડિફેન્સ ડાયલોગ, અને ટેક્નોલોજી ટ્રાન્સફરે રક્ષા સંબંધોને મજબૂત કર્યા છે. 

બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચર: ભારતની સરહદો પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાની ખુબ કોશિશ કરાઈ છે. ભારત-ચીન અને ભારત-પાકિસ્તાન સરહદો જેવા સંવેદનશીલ એરિયાઓ પર સરકાર ખુબ ધ્યાન આપી રહી છે. બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો લાવવા માટે રસ્તાઓ, પુલો, સુરંગો, અને એડવાન્સ સર્વિલાન્સ સિસ્ટમ  તૈયાર કરવામાં આવી રહી છે. 

રક્ષા સુધાર: સરકારે ડિફેન્સ ફોર્સિસી કાર્યક્ષમતા અને પ્રભાવશીલતાને વધારવા માટે સંરચનાત્મક સુધાર શરૂ કર્યા છે. જે હેઠળ એકીકૃત સૈન્ય કમાન્ડની સ્થાપના, ત્રણેય સેવાઓ વચ્ચે સંયુક્તતા અને એકીકરણને પ્રોત્સાહન આપવું અને નવા રક્ષા સિદ્ધાંતોની દિશામાં પગલું ઉઠાવવામાં આવ્યું છે. 

ડિફેન્સ ટેક્નોલોજી અને ઈનોવેશન: દેશને આત્મનિર્ભર બનાવવામાં લાગેલી સરકારે ડિફેન્સ સેક્ટરમાં પણ ઘરેલુ ડિફેન્સ ટેક્નોલોજી અને ઈનોવેશનને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો છે. જે હેઠળ રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO) ના સુધાર અને પ્રાઈવેટ સેક્ટર્સ સાથે કોલોબરેશન પર ફોકસ કરાયું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news