ગુરૂગ્રામ : બાળકોથી ભરેલી શાળા પર બુધવારે થયેલા હૂમલા અંગે પોલીસે 18 લોકોની ધરપકડ કરી છે. ત્યાર બાદ તેમને 14 દિવસ માટેની જ્યુડિશીયલ કસટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. બીજી તરફ હરિયાણાનાં જીડીપીએ કહ્યું કે, રાજ્યનાં તમામ સિનેમાઘરોને પુરતી સુરક્ષા આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ફિલ્મ પદ્માવતનો વિરોધ કરી રહેલા ટોળાએ બુધવારે બપોરે સોહના રોડ પર શાળાની એક બસ પર હૂમલો કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બસમાં 30 નાના વિદ્યાર્થીઓ બેઠેલા હતા. બસમાં 30 વિદ્યાર્થીઓ ઉપરાંત 3 શિક્ષક પણ હતા. બાળકો બસની નીચે બેસીને પોતાની જાત બચાવી હતી. ઘટના ઘમરોજ ગામ પાસે બની હતી જ્યારે ટોળા દ્વારા બસ પર લાઠીઓ અને પત્થ દવારા હૂમલો કરવામાં આવ્યો હતો. શાળાનાં સ્ટાફે ઘટના બાદ જણાવ્યું કે, અમે જેવા શાળા બહાર આવ્યા તો બસ પર હૂમલો થઇ ગયો. એટલે સુધી કે ટોળા પર પોલીસ પણ કાબુ કરી સકી નહોતી. બાળકોએ માંડ માંડ પોતાનો જીવ બચાવ્યો.


બીજી તરફ હરિયાણાનાં મંત્રી રામ બિલાસ શર્માએ કહ્યું કે, તંત્રને અંદાજ જ નહોતો કે પદ્માવતનો વિરોધ કરી રહેલા લોકો શાળા બસ પર પણ હૂમલો કરી શકે છે. ગુરૂગ્રામ ડેપ્યુટી કમિશ્નર વિનય પ્રતાપ સિંહે જણાવ્યું કે, સમગ્ર જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. જાન્યુઆરી 28 સુધી કલમ 144 લાગુ રહેશે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ફોર્સ ગોઠવી દેવાયો છે.