દામોદર કુંડની દુર્દશા જોઈને દ્રવી ઉઠ્યો ગુજરાતના જાણીતા કથાકારનો આત્મા, ભાજપ માટે કહી આ વાત

Damodar Kund At Junagadh : જૂનાગઢના દામોદર કુંડની દુર્દશા જોઈને કથાકાર મનોજ શાસ્ત્રીનો દ્રવી ઉઠ્યો આત્મા,,, કહ્યું- સમગ્ર દેશમાં ભાજપનું શાસન હોવા છતાં દામોદર કુંડનો નથી થયો વિકાસ,,, ગ્રાન્ટનાં નાણાં કોણ કરી જાય છે ચાઉં

દામોદર કુંડની દુર્દશા જોઈને દ્રવી ઉઠ્યો ગુજરાતના જાણીતા કથાકારનો આત્મા, ભાજપ માટે કહી આ વાત

Junagadh News : જૂનાગઢમાં યોજાયેલ શ્રીમદ ભાગવત કથામાં વક્તાએ ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. જોશીપુરામાં યોજાયેલ ભાગવત કથાના છેલ્લા દિવસે મનોજ શાસ્ત્રીએ વ્યાસપીઠ પરથી દામોદર કુંડની દુર્દશા મુદ્દે આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે વ્યાસપીઠ પરથી વ્યથા ઠાલવી હતી. 

ભાગવત કછામાં કથાકાર મનોજ શાસ્ત્રીએ કહ્યું હતું કે, સમગ્ર દેશમાં ભાજપનું શાસન છતાં દામોદર કુંડનો વિકાસ નથી થયો. ભગવાન શ્રીકૃષ્ણ 52 વખત જુનાગઢ દામોદર કુંડ આવ્યા હતા. ભાજપના સાંસદ, ધારાસભ્ય, ભાજપની મનપામાં બોડી છતાં કેમ ન થયો દામોદર કુંડનો વિકાસ? તળાવના બ્યૂટીફિકેશન કરવા કરતાં તંત્ર કરે દામોદર કુંડનો ઉદ્ધાર. 

નરસિંહ મહેતાના કારણે ભગવાન જ્યારે આવતા ત્યારે તે દામોકુંડમાં આવતા તે દામોકુંડની હાલત આજે કેવી છે તે ઉપરથી આ શાસ્ત્રીજી બોલ્યા હતા. આ સાથે જ દામોદર કુંડના વિકાસ માટે આવતા પૈસા સગેવગે થયાના મનોજ શાસ્ત્રીએ આક્ષેપ કર્યા હતા. જુનાગઢ મનપા તંત્રને ભગવાન સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 8, 2024

 

દામોદર કુંડનું છે અનોખું મહત્વ
દામોદર કુંડ (Damodar Kund) અને દામોદરજી મંદિરનું જેટલું પૌરાણિક મહત્વ છે તેટલું જ આધ્યાત્મિક મહત્વ પણ છે. ભાવિકો અહીં દર્શન કરી ધન્યતા અનુભવે છે અને ભગવાન રાધાદામોદરજી રેવતીબલદેવજી સૌના મનોરથ પૂર્ણ કરે છે. પવિત્ર દામોદર કુંડમાં સ્નાન કરવાનું પણ મહત્વ છે, જે રીતે ગંગા અને યમુના સ્નાનનુ મહત્વ છે તે જ રીતે દામોદરકુંડમાં સ્નાન કરવાથી પાપ મુક્ત થઈ લોકો પુણ્યની પ્રાપ્તિ કરે છે. ભક્ત કવિ નરસિંહ મહેતા (Narsinh Mehta) પણ દરરોજ દામોદર કુંડમાં સ્નાન કરવા આવતાં અને અહીં ભજનો ગાતાં, ગીરી તળેટીને કુંડ દામોદર ત્યાં મહેતાજી ન્હાવા જાય... જેવા પદો આપણે સાંભળતા આવ્યા છે તે જ આ પવિત્ર દામોદર કુંડ અને દામોદરજી મંદિર જૂનાગઢ (Junagadh) ની પૌરાણિક ધરોહર છે. અહીં ભગવાન રાધા દામોદરજી (Radha Damodar) સાથે રેવતી બલદેવજી પણ બિરાજે છે અને ભારતના પ્રાચિનતમ તિર્થો પૈકીનું એક તિર્થસ્થાન છે. હાલનું શ્રીરાધા દામોદરજી મંદિર ભગવાન શ્રીકૃષ્ણ (Shrikrishna) ના વંશજ રાજા વજ્રનાભે બંધાવ્યું હતું અને ત્યારબાદ સ્કંદગુપ્ત દ્વારા તેનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news