એપાર્ટમેંટમાં 11 વર્ષની બાળકી સાથે 18 લોકો 7 મહિના સુધી ગુજારતા રહ્યા બળાત્કાર
એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં 11 વર્ષની બાળકી સાથે 18 લોકો સાત મહિના સુધી બળાત્કાર કરવાના આરોપમાં તેના એપાર્ટમેંટ સિક્યોરિટી ગાર્ડ, લિફ્ટ ઓપરેટર અને પાણીનો સપ્લાઇ કરનાર સામેલ છે.
નવી દિલ્હી: દેશમાં મહિલાઓ વિરૂદ્ધ હિંસાની વધતી જતી ઘટના વધતી જાય છે અને દરરોજ પહેલાંથી વધુ દિલને હચમચાવી દેનાર કેસ સામે આવી રહ્યા છે. આવી જ એક ઘટના ચેન્નઇમાં સામે આવી છે, જ્યાં એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં 11 વર્ષની બાળકી સાથે 18 લોકો સાત મહિના સુધી બળાત્કાર કરવાના આરોપમાં તેના એપાર્ટમેંટ સિક્યોરિટી ગાર્ડ, લિફ્ટ ઓપરેટર અને પાણીનો સપ્લાઇ કરનાર સામેલ છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે બાળકીને કોલ્ડ ડ્રિંકમાં નશાની દવા ભેળવીને પીવડાવવામાં આવતી હતી. આ સાથે જ આરોપી બાળકીનું શોષણ કરવા માટે તેને બ્લેકમેલ પણ કરી રહ્યા હતા. જાણવા મળ્યું છે કે છોકરીનો વીડિયો બનાવી લીધો હતો અને તેને ધમકી આપી રહ્યા હતા કે જો તેણે તેના વિશે કોઇને કહ્યું તો તે વીડિયો ઇન્ટરનેટ પર અપલોડ કરી દેશે.
સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં ભારે વરસાદ: ગીરગઢડામાં ૨૦ ઇંચ; ઉનામાં ૧૪ ઇંચ અને કોડીનારમાં ૧૩ ઇંચ વરસાદ
કેવી રીતે થયો ખુલાસો
આ ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે છોકરીએ તેની બહેનને આ વિશે વાત કરી. ત્યારબાદ આખા પરિવારને આ વિશે ખબર પડી અને પછી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી. બાળકી સાતમા ધોરમાં અભ્યાસ કરે છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે 'છોકરીની માતા દ્વારા એક ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે, જેમાં તેમણે આરોપ લગાવ્યો છે કે ઘણાએ અલગ-અલગ દિવસે એપાર્ટમેન્ટના કેમ્પસના અલગ અલગ સ્થળો પર યૌન દુર્વ્યહાર કર્યો. તેમણે જણાવ્યું કે પીડિતાને મેડિકલ તપાસ માટે લઇ જવામાં આવી છે.
આઘાતમાં છે લોકો
ઘટના ઉજાગર થયા બાદ એપાર્ટમેન્ટના લોકો આઘાતમાં છે. આ જઘન્ય અપરાધ માટે 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં 23 વર્ષથી માંડીને 60 વર્ષ સુધીના લોકો સામેલ છે. પોલીસ બીજા કેટલાક લોકોને શોધી રહી છે. કેસ તપાસ ચાલુ છે. છોકરીના પિતા કામ અર્થે મોટાભાગે બહાર રહે છે અને મોડા ઘરે પરત ફરે છે, જ્યારે છોકરીની માતા હાઉસ વાઇફ છે, પરંતુ તેમણે ક્યારે આ અંગે ધ્યાન ન આપ્યું. તેમણે લાગ્યું કે બાળકી ક્યાંક રમી રહી છે.