2001 Indian Parliament attack: 18 વર્ષ પહેલાંનો કાળો દિવસ જ્યારે ભારતના લોકતંત્ર પર થયો હતો આતંકી હુમલો
2001 Indian Parliament attack: 2001ની 13 ડિસેમ્બરનો દિવસ ભારત (India)ના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાઈ ગયો છે. આ દિવસે ભારતના લોકતંત્રના પ્રતીક સમી સંસદ (Parliament) પર મોટો આતંકી (Terror) હુમલો થયો હતો. સંસદ ભવનની ગણતરી દેશની સૌથી સુરક્ષિત ઇમારતમાં થાય છે. આ ઇમારત પર હુમલો કરીને આતંકીઓ લોકતંત્રના ચહેરા પર લપડાક મારી હતી. 13 ડિસેમ્બર, 2001ના દિવસે ભારતીય સંસદ પર પાંચ આતંકીઓએ હુમલો કરી દીધો હતો.
નવી દિલ્હી : 2001ની 13 ડિસેમ્બરનો દિવસ ભારત (India)ના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાઈ ગયો છે. આ દિવસે ભારતના લોકતંત્રના પ્રતીક સમી સંસદ (Parliament) પર મોટો આતંકી (Terror) હુમલો થયો હતો. સંસદ ભવનની ગણતરી દેશની સૌથી સુરક્ષિત ઇમારતમાં થાય છે. આ ઇમારત પર હુમલો કરીને આતંકીઓ લોકતંત્રના ચહેરા પર લપડાક મારી હતી. 13 ડિસેમ્બર, 2001ના દિવસે ભારતીય સંસદ પર પાંચ આતંકીઓએ હુમલો કરી દીધો હતો.
નિર્ભયા કેસ: દોષીઓને જલદી ફાંસી આપવાની માંગવાળી અરજી પર હવે આ તારીખે થશે સુનાવણી
આ હુમલા વખતે સંસદમાં દેશના તત્કાલીન ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણી (Advani) સહિત 100થી વધારે સાંસદ અને મંત્રી હાજર હતા. આ હુમલા વખતે Zee News તરફથી સુધીર ચૌધરી કેમેરાની સાથે સંસદ ભવનમાં હાજર હતા. તેમણે રિપોર્ટિંગ વખતે શહીદ થતા જવાનોને પણ જોયા હતા. આ હુમલામાં શામેલ તમામ પાંચ આતંકીઓને મારી નખાયા હતા. જોકે આ અથડામણમાં દિલ્હી પોલીસના પાંચ જવાન, સંસદના 2 સુરક્ષાકર્મી, CRPFની એક મહિલા કોન્સ્ટેબલ તેમજ માળી પણ શહીદ થઈ ગયા હતા.
CAB સામે પંજાબ, કેરળ અને પશ્ચિમ બંગાળની બગાવત, કાયદો રાજ્યમાં લાગુ ન કરવાની મુખ્યમંત્રીઓની જાહેરાત
મળતી માહિતી પ્રમાણે આતંકવાદી સંસદની અંદર જ સાંસદોને બંધક બનાવવા આવ્યા હતા. જોકે 9 લોકોની શહિદીએ આતંકીઓના પ્લાનને નિષ્ફળ બનાવી દીધો હતો.
દેશના વધુ સમાચારો વાંચવા કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube