નવી દિલ્હીઃ પાછલા વર્ષે ગલવાન ઘાટી ( Galwan Vally Violence) ચીની સૈનિકો સામે લડતા શહીદ થનારા કર્નલ સંતોષ બાબૂ (COL Santosh Babu Maha Vir Chakra) ને મહાવીર ચક્ર  (Maha Vir Chakra) થી સન્માનિત કરવામાં આવ્યા છે. દર વર્ષે 26 જાન્યુઆરીના અવસરે વીરતા પુરસ્કારોની જાહેર થાય છે. મહાવીર ચક્ર પુરસ્કાર કર્નલ સંતોષ બાબૂને મરણોપરાંત મળ્યો છે. આ સિવાય લગવાન હિંસામાં શહીદ નાયબ સુબેદાર નુદૂરામ સોરેન, હવલદાર કે પલાની, નાયક દીપક સિંહ, સિપાહી ગુરતેજ સિંહની સાથે ગલવાનમાં વીરતા માટે હવલદાર તેજેંદર સિંહને વીર ચક્રની જાહેરાત કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેનામાં પરમવીર ચક્ર બાદ મહાવીર ચક્ર સૌથી મોટુ સન્માન હોય છે. મહત્વનું છે કે પાછલા વર્ષે 15-16 જૂનની રાતે પૂર્વ લદ્દાખમાં ગલવાન ઘાટીમાં એલએસી પર થયેલા ઘર્ષણમાં કર્નલ સહિત ભારતીય સેનાના 20 જવાન શહીદ થયા હતા. ગલવાન વેલીમાં ચીની સૈનિકોના છક્કા છોડાવનારા હિન્દુસ્તાનના પરાક્રમી સૈનિકોમાં 6ને ચક્રથી નવાઝવામાં આવ્યા છે. કર્નલ સંતોષ બાબૂને મહાવીર ચક્ર અને બાકી પાંચ શહીદ જવાનોનું વીર ચક્રથી સન્માન કરવામાં આવ્યું છે. 


આ પણ વાંચોઃ Padma Awards: જાપાનના પૂર્વ PM શિંઝો આબેને પદ્મ વિભૂષણ, રામવિલાસ પાસવાનને પદ્મ ભૂષણ, જુઓ લિસ્ટ  


73 જવાનોને મળશે અગ્નિશમન મેડલ
આ સિવાય 73 જવાનોને અગ્નિશમન મેડલથી સન્માનિત કરવામાં આવશે. તેમાંથી 8 જવાનોને તેના સાહસ અને વીરતા માટે રાષ્ટ્રપતિના ફાયર સર્વિસ મેડલથી સન્માનિત કરવામાં આવશે જ્યારે 2 જવાનોને ફાયર સર્વિસ મેડલથી સન્માન આપવામાં આવશે. 


14 અગ્નિશમન કર્મીઓને વિશિષ્ટ સેવા એવોર્ડ
વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિના ફાયર સર્વિસ મેડલતી 14 જવાન અને પ્રશંસાપૂર્ણ સેવા માટે ફાયર સર્વિસ મેડલ માટે 50 જવાનોને પસંદ કરવામાં આવ્યા છે. આ સિવાય 54 જવાનને હોમ ગાર્ડ અને સિવિલ ડિફેન્સ મેડલથી સન્માનિત કરવામાં આવશે. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube