Padma Awards: જાપાનના પૂર્વ PM શિંઝો આબેને પદ્મ વિભૂષણ, રામવિલાસ પાસવાનને પદ્મ ભૂષણ, જુઓ લિસ્ટ

 કેન્દ્ર સરકારે ગણતંત્ર દિવસ (Republic Day 2021) ની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબેને પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. 

 Padma Awards: જાપાનના પૂર્વ PM શિંઝો આબેને પદ્મ વિભૂષણ, રામવિલાસ પાસવાનને પદ્મ ભૂષણ, જુઓ લિસ્ટ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ગણતંત્ર દિવસ (Republic Day 2021) ની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબેને પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તો દિવંગત ગાયક એસપી બાલાશુબ્રમણ્યમને પણ કળા ક્ષેત્રમાં યોગદાન માટે પદ્મ વિભૂષણ આપવામાં આવશે. કુલ સાત લોકોને આ વર્ષે પદ્મ વિભૂષણ મળશે. તો 10 લોકોને પદ્મ ભૂષણ એવોર્ડ આપવામાં આવશે. જેમાં અસમના પૂર્વ મુખ્યમંત્રી તરૂણ ગોગોઈ, કેશુભાઈ પટેલ, લોકસભાના પૂર્વ સ્પીકર સુમિત્રા મહાજન, નૃપેન્દ્ર મિશ્રાને પણ પદ્મ ભૂષણ એવોર્ડ મળશે. તો પૂર્વ કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાનને મરણોપરાંત પદ્મ ભૂષણ એવોર્ડ મળશે.

આ વર્ષે 119 લોકોને પદ્મ સન્માન મળશે. તેમાં 7 પદ્મ વિભૂષણ, 10 પદ્મ ભૂષણ અને 102 પદ્મ પુરસ્કારો સામેલ છે. જાપાનના પૂર્વ પીએમ શિંઝો આબે, ગાયક એસપી બાલાસુબ્રમણ્યમ (મરણોપરાંત), સેન્ડ કલાકાર સુદર્શન સાહૂ, પુરાતત્વવિદ બીબી લાલને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે. આસામના પૂર્વ સીએમ તરૂણ ગોગોઈને પદ્મ ભૂષણ સન્માન આપવામાં આવશે.

— ANI (@ANI) January 25, 2021

— ANI (@ANI) January 25, 2021

— ANI (@ANI) January 25, 2021

પૂર્લ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન, પ્રધાનમંત્રી મોદીના પૂર્વ મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રા, પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન (મરણોપરાંત), અને ધર્મગુરૂ કબ્લે સાદિક (મરણોપરાંત) સહિત 10નું પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માન કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news