ચમોલીઃ ઉત્તરાખંડ (Uttarakhand) માં રવિવારે આવેલી આપદામાં મૃત્યુ પામનારની સંખ્યા વધીને હવે 26 થઈ ગઈ છે. અધિકારીઓએ સોમવારે મોડી સાંજે આંકડાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, હજુ પણ 171 લોકો લાપતા છે, જેમાં આશરે 35 લોકો સુરંગમાં ફસાયાની આશંકા છે. તેને રેસ્ક્યૂ કરાવવા માટે રાહત બચાવની ચાર ટીમો સતત લાગેલી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રભાવિત ગામોમાં પહોંડાવામાં આવી રહી છે મદદ
આ પહેલા ઝી ન્યૂઝ સાથે વાતચીતમાં ઉત્તરાખંડ (Uttarakhand) ના સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવત (Trivendra Singh Rawat) એ કહ્યુ હતુ કે ચમોલીમાં આવેલી આપદા ગ્લેશિયર ફાટવાને કારણે થઈ નથી. મુખ્ય સચિવને વાસ્તવિક કારણોની જાણકારી મેળવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.  પરંતુ દુર્ઘટનાના કારણોની જાણકારી લગાવતા પહેલા વધુ જરૂરી અમારી પ્રાથમિકતા પ્રભાવિત લોકોને ભોજન અને અન્ય મદદ ઉપલબ્ધ કરાવવા પર છે. જે માટે અમે પ્રભાવિત ગામો વચ્ચે બીજીવાર સંપર્ક સ્થાપિત કરવાનું કામ કરી રહ્યાં છીએ. 


આ પણ વાંચોઃ Dehli: લો બોલો, સીએમ અરવિંદ કેજરીવાલની પુત્રી બની ઓનલાઇન ફ્રોડનો શિકાર, ખાતામાંથી ગાયબ થઈ ગયા આટલા રૂપિયા


રવિવારે ચમોલીમાં થઈ હતી દુર્ઘટના
ઉલ્લેખનીય છે કે રવિવારે ચમોલીમાં ગ્લેશિયર તૂટી (Uttarakhand Glacier Burst) નીચે વહી રહેલી ઋષિ ગંગા (Rishi Ganga) નદીમાં પડ્યુ હતું. જેથી તેમાં પૂર આવી ગયું. આ નદી પર 13.2 મેગાવોટ (MW) ક્ષમતાનો નાનો હાઇડ્રો પ્રોજેક્ટ બનાવવામાં આવી રહ્યો છે. પૂરને કારણે આ પ્રોજેક્ટને મોટુ નુકસાન પહોંચવાની સાથે નીચે જઈને ત્યાં ઘૌલીગંગા નદી પર બની રહેલામોટા પ્રોજેક્ટને પણ નુકસાન પહોંચાડ્યું છે. જાણકારી પ્રમાણે લાપતા થયેલા લોકો આ બન્ને પ્રોજેક્ટોમાં ફસાયેલા છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube