નવી દિલ્હી: દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2889 કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 83,077 થઈ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 65 દર્દીઓના મોતની સાથે મૃત્યુઆંક વધીને 2623 થઈ ગયો છે. જો કે, સારા સમાચાર આ છે કે, અત્યાર સુધીમાં 60 ટાકથી વધારે કોરોના સંક્રમિત દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. છેલ્લા 24 કલાકમાં 3306 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધીમાં 52,607 લોકો સાજા થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- મહારાષ્ટ્રના લોકોને આંચકો, લોકડાઉન વધારવા પર સરકારે કર્યો મોટો નિર્ણય


હાલ દિલ્હીમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 27,847 છે. જેમાંથી 17,148 દર્દી હોમ આઇસોલેશનમાં છે હાલમાં ટેસ્ટની સંખ્યા પણ વધારવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 20,080 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ત્યારે દિલ્હીમાં કુલ ટેસ્ટ સેમ્પલની વાત કરીએ તો અત્યાર સુધીમાં 4,98,416 ટેસ્ટ થઈ ગયા છે.


આ પણ વાંચો:- ચીન સાથે તણાવ વચ્ચે કાશ્મીરમાં LPG સ્ટોકનો આદેશ, સ્કૂલો ખાલી કરાવવાના આદેશ


ભારતમાં કોરોના પોઝિટિવના 19,906 કેસ
દેશમાં કોરોના (Corona Virus) ના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે. આજે જાહેર થયેલા આંકડાએ તો તમામ રેકોર્ડ  તોડી નાખ્યાં. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ 19 (Covid-19) ના નવા 19,906 દર્દીઓ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 410 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યાં છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ હવે દેશમાં કોરોના વાયરસના કુલ 5,28,859 કેસ થયા છે. જેમાંથી 2,03,051 એક્ટિવ કેસ છે અને 3,09,713 લોકો સાજા થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 16,095 લોકોના મૃત્યુ થયા છે. 


આ પણ વાંચો:- કોરોના મહામારી બાદ જો દરિયા કિનારે ફરવા માંગો છો, તો સૌથી પહેલા આ બાબતનું ધ્યાન રાખજો


દેશમાં કોરોના વાયરસનો સૌથી વધુ પ્રકોપ મહારાષ્ટ્રમાં અને દેશની રાજધાની દિલ્હીમાં જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ 159133 નોંધાયા છે જેમાંથી 67615 એક્ટિવ કેસ છે જ્યારે 7273 લોકોએ અત્યાર સુધીમાં આ વાયરસથી જીવ ગુમાવ્યો છે. 84245 લોકો ડિસ્ચાર્જ થયા છે. દિલ્હીની વાત કરીએ તો દેશની રાજધાનીમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. જ્યાં કોરોનાના કુલ 80188 કેસ નોંધાયા છે. તથા 2558 લોકોએ જીવ ગુમાવ્યાં છે. દિલ્હીમાં હાલ કોરોનાના 28329 એક્ટિવ કેસ છે. જ્યારે 49301 લોકો સાજા થયા છે. 


આ પણ વાંચો:- OMG: 28 વર્ષની મહિલાએ બાળકીને આપ્યો જન્મ, બાકળીને જોઇ ડોકટરો પણ થયા આશ્ચર્યચકિત


દુનિયામાં કોરોના વાયરસની એન્ટ્રીને 6 મહિના પૂરા થવાની સાથે દર્દીઓની સંખ્યા હવે એક કરોડ પાર પહોંચી ગઈ છે. વર્લ્ડોમીટર મુજબ મોડી રાતે કોરોનાના દર્દીઓની સંખ્યા 1,00,81,545 થઈ છે. જ્યારે 5,01,298 લોકોના મૃત્યુ થયા છે. જો કે 54,58,369 લોકો રિકવર પણ થયા છે. હકીકતમાં ગરમીમાં કોરોના વાયરસ નબળો પડવાનની સારી ગણતરીઓ ખોટી પડી અને જૂનમાં પ્રતિદિન સવાલ લાખથી વધુ નવા દર્દીઓ નોંધાઈ રહ્યાં છે. કોરોનાના 67 ટકા એટલે કે બે તૃતિયાંશથી વધુ દર્દીઓ તો ફક્ત મે અને જૂનમાં જ જોવા મળ્યાં છે. મેમાં રોજ સરેરાશ લગભગ એક લાખ અને જૂનમાં સરેરાશ એક લાખ 35 હજાર દર્દીઓ નવા આવી રહ્યાં છે. જ્યારે 90 ટકા કોરોનાના કેસ એપ્રિલ-મે-જૂનમાં સામે આવ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube