OMG: 28 વર્ષની મહિલાએ બાળકીને આપ્યો જન્મ, બાળકીને જોઇ ડોકટરો પણ થયા આશ્ચર્યચકિત

જિલ્લાની મુખ્યઓફિસથી લગભગ 80 કિલોમીટર દુર સાંકલા ગામમાં 28 વર્ષીય મહિલાએ એક એવી બાળકીને જન્મ આપ્યો છે જેના હાથ-પગ નથી.

OMG: 28 વર્ષની મહિલાએ બાળકીને આપ્યો જન્મ, બાળકીને જોઇ ડોકટરો પણ થયા આશ્ચર્યચકિત

વિદિશા: જિલ્લાની મુખ્યઓફિસથી લગભગ 80 કિલોમીટર દુર સાંકલા ગામમાં 28 વર્ષીય મહિલાએ એક એવી બાળકીને જન્મ આપ્યો છે જેના હાથ-પગ નથી.

આ બાળકીના પિતા સોનૂ વંશકારએ જણાવ્યું, મારી પત્ની પ્રીતિએ શુક્રવારના એક બાળકીને ઘરમાં જ જન્મ આપ્યો છે. બાળકીનો જન્મ માત્ર માથું અને ઘડ સાથે થયો છે. તેના હાથ-પગ નથી. પરંતુ તે સંપૂર્ણ રીતે સ્વસ્થય છે.

તેમણે કહ્યું કે, આ અમારી ત્રીજું બાળક છે. આ પહેલા અમને એક દિકરો અને એક દીકરી છે.

ત્યારે સિરોંજ પ્રખંડના તબિબ અધિકારી ડો. પ્રમોદ દીવાને કહ્યું કે, આ જન્મજાત વિકૃતિનો મામલો છે. લાખો કેસમાં આ પ્રકારની સ્થિતિ બને છે.

દીવાને કહ્યું કે, આ બાળકીનો જન્મ ઘર પર જ થયો હતો અને મેં ત્યા એક એએનએમ અને એક આશા વર્કરને મોકલી હતી.

તેમણે કહ્યું કે બાળકીના માતા-પિતા તેને તપાસ માટે હોસ્પિટલ લાવવા માટે તૈયાર નથી.

દીવાને જણાવ્યું કે, તેના માતા-પિતા કહી રહ્યાં છે કે, બાળકી સ્વસ્થ છે. જેથી અમે તેને હોસ્પિટલ નથી લઈ જઈ રહ્યાં. (ઇનપુટ: ભાષા)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news