ચીન સાથે તણાવ વચ્ચે કાશ્મીરમાં LPG સ્ટોકનો આદેશ, સ્કૂલો ખાલી કરાવવાના આદેશ
Trending Photos
નવી દિલ્હી: લદ્દાખમાં હિંસક સંઘર્ષ બાદ પણ ભારત અને ચીન વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ વચ્ચે જમ્મૂ કાશ્મીર સરકારના આદેશ બાદ ત્યાંના લોકોમાં ચિંતા વધી ગઈ છે. જમ્મૂ કાશ્મીરમાં સરકારે બે મહિના માટે એલપીજી સિલિન્ડરનો સ્ટોક કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત સુરક્ષા દળો માટે સ્કૂલો ખાલી કરવાનો આદેશ પણ આપ્યો છે.
લદ્દાખમાં ભારત-ચીનની વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે હવે જમ્મૂ કાશ્મીર સરકારે બે અલગ અલગ આદેશ જારી કર્યા છે. જેના કારણે ત્યાંના લોકોમાં ચિંતા વધતી જોવા મળી રહી છે. જેમાં એક આદેશમાં કાશ્મીરમાં લોકોથી ઓછામાં ઓછા બે મહિના માટે એલપીજી સિલિન્ડરનો સ્ટોક કરવા માટે કહ્યું છે.
આ ઉપરાંત જમ્મૂ કાશ્મીરમાં એખ બીજો આદેશ પણ જાહેર કર્યો છે. બીજા આદેશ અનુસાર ગાંદરબલમાં સુરક્ષાદળો માટે સ્કૂલોની બિલ્ડિંગોને ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કાશ્મીરમાં ગાંદરબલ જિલ્લા લદ્દાખના કારગિલથી નજીક છે. ત્યારે આ મામલે પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરી કહ્યું છે કે, સરકારના આદેશ કાશ્મીરમાં દહેશત પેદા કરી રહ્યાં છે.
એલપીજીનો સ્ટોક
જમ્મૂ કાશ્મીરના ઉપરાજ્યપાલના સલાહકારે એક બેઠકમાં ખીણમાં એલપીજીના પૂરતા સ્ટોકને સુનિશ્ચિત કરવા માટે દિશાનિર્દેશ આપ્યા છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ભૂસ્ખલનના કારણે રાષ્ટ્રીય રોજમાર્ગ બંધ હોવાના કારણે પુરવઠો પ્રભાવિત થઈ શકે છે. આ આદેશને મોસ્ટ એર્જેટ મેટર તરીકે વર્ણિત કરવામાં આવ્યો છે.
ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહકોના નિયામકને આપેલા આદેશમાં તેલ કંપનીઓને સ્પષ્ટપણે એલપીજીનો પૂરતો સ્ટોક પૂરો પાડવાનું કહેવામાં આવ્યું છે, જે બે મહિના સુધી ચાલે છે. આવા ઓર્ડર સામાન્ય રીતે ભારે શિયાળાની પરિસ્થિતિ દરમિયાન આપવામાં આવે છે, જ્યારે બરફ અથવા ભારે વરસાદને કારણે રસ્તાના અવરોધનું ગંભીર જોખમ હોય છે. જો કે, ઉનાળાના સમયમાં આવી ઓર્ડર આવે ત્યારે ઘણા પ્રશ્નો ઉભા થાય છે.
સ્કૂલો ખાલી કરવાનો આદેશ
બીજા આદેશમાં પોલીસ અધિક્ષક ગાંદરબલે જિલ્લાની 16 શાળાઓ, શૈક્ષણિક સંસ્થાઓને મકાનો ખાલી કરવા વિનંતી કરી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે અમરનાથ યાત્રા-2020 ને ધ્યાનમાં રાખીને આ શૈક્ષણિક કેન્દ્રોને સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ) કંપનીઓના આવાસ માટે ઉપલબ્ધ કરાવવું જોઈએ.
તમને જણાવી દઇએ કે, ગાંદરબલ કારગિલને અડીને જિલ્લો છે અને લદ્દાખનો માર્ગ આ વિસ્તારમાંથી પસાર થાય છે. જો કે, આ હુકમ પર પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે કારણ કે, કોરોના વાયરસના ભયના કારણે અમરનાથ યાત્રા આ વર્ષે ભીડ ઓછી કરે તેવી સંભાવના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે