નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની દર્દીઓની સંખ્યા વધીને 3374 થઇ ગઇ છે. જમાતના લીધે દેશભરમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે એક પત્રકાર પરિષદમાં આ જાણકારી આપી. અગ્રવાલે આગળ કહ્યું કે ''ગઇકાલ રાતથી અત્યાર સુધી કોરોના સંક્રમણ 11 લોકોના મોત થયા છે. ગત 24 કલાકમાં 472 નવા કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી આખા દેશમાં 79 લોકોના મોત કોરોના વાયરસના લીધે થયા છે. 267 લોકો અત્યાર સુધી આ બિમારીથી ઠીક થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અગ્રવાલે કહ્યું કે ''આજે કોવિડ સંબંધિત કેબિનેટ સચિવે દેશના તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વાત કરી છે. 274 જિલ્લામાં કોવિડ 19ના કેસ આવ્યા છે. ICMRએ પણ એક એડવાઇઝરી અને ગાઇડલાઇન જાહેર કરી છે. સાર્વજનિક સ્થળો પર થૂંકવાથી કોવિડને વધારી શકે છે અને ગુટકાનું પણ સેવન ન કરો, આ એડવાઝરીમાં જણાવવામાં આવ્યું છે. આયુષ્માન યોજના હેઠળ પ્રાઇવેટ અને સરકારી લેબમાં તમામ દર્દીઓનું મફત ટેસ્ટિંગ કરવામાં આવશે. અંતમાં લવ અગ્રવાલે કહ્યું કે આજે રાત્રે 9 વાગે દીવા પ્રગટાવે. આ દીવા તેમના માટે પ્રગટાવે જે કોવિડ-19 વિરૂદ્ધ લડાઇ લડી રહ્યા છે. 


ગૃહ મંત્રાલયની સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે જણાવ્યું કે ''સરકારનો પ્રયત્ન છે કે લોકડાઉન દરમિયાન ખેડૂતોને પરેશાની ન થાય. 28 હજાર રાહત શિબિર બનાવવામાં આવી છે. જરૂરી સામાન સપ્લાઇ સંતોષજનક છે. આઇસીએમઆરના ડો. રમન ગંગાખેડકરે કહ્યું કે ''કોરોના વાયરસ હવાથી ફેલાતો નથી. જો આમ હોત તો એક જ પરિવારના તમામ લોકો કોરોના પોઝિટિવ હોત. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર