લદાખમાં હિંસક ઝડપ દરમિયાન ચીનના 3-4 સૈનિકો માર્યા ગયા-સૂત્ર
લદાખ બોર્ડર પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક ઝડપમાં બંને બાજુ નુકસાન થયું હોવાના અહેવાલો છે. ભારતીય સેનાના એક કમાન્ડર ઓફિસર અને 2 જવાન શહીદ થયા. જ્યારે ચીનના ગ્લોબલ ટાઈમ્સ અખબારે દાવો કર્યો છે કે ચીનના 4 જવાન માર્યા ગયા છે.
નવી દિલ્હી: લદાખ બોર્ડર પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક ઝડપમાં બંને બાજુ નુકસાન થયું હોવાના અહેવાલો છે. ભારતીય સેનાના એક કમાન્ડર ઓફિસર અને 2 જવાન શહીદ થયા. આ બાજુ સરકારના ઉચ્ચ સૂત્રોના જણાવ્યાં મુજબ ઝડપ દરમિયાન ચીનના 3-4 સૈનિકો માર્યા ગયા છે.
ગલવાન ઘાટીમાં 3 જવાન શહીદ, રક્ષામંત્રીએ તાબડતોબ યોજી બેઠક, PMને આપશે જાણકારી
ભારતીય સેનાએ પણ એક નિવેદનમાં કહ્યું હતું કે નુકસાન બંને પક્ષને થયું છે. આ અગાઉ ભારતીય સેનાએ જણાવ્યું હતું કે બોર્ડર પર એસ્કેલેશનની પ્રક્રિયા દરમિયાન ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક ઝડપ થઈ હતી જેમાં એક અધિકારી અને બે જવાન શહીદ થયા.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube