હાથરસના બહાને UPને ભડકે બાળવાનું ષડયંત્ર, PFIના 4 સંદિગ્ધ લોકોની ધરપકડ
હાથરસ કેસ (Hathras) ને હાથો બનાવીને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં જાતીય અને સાંપ્રદાયિક હિંસા ભડકાવવાના ષડયંત્રમાં સામેલ ચાર લોકોની મથુરા (Mathura) પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલા લોકોને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે સંબંધ હોવાનું કહેવાય છે.
મથુરા: હાથરસ કેસ (Hathras) ને હાથો બનાવીને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં જાતીય અને સાંપ્રદાયિક હિંસા ભડકાવવાના ષડયંત્રમાં સામેલ ચાર લોકોની મથુરા (Mathura) પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલા લોકોને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે સંબંધ હોવાનું કહેવાય છે. એવું કહેવાય છે કે ચારેય યુવકો દિલ્હીથી હાથરસ જઈ રહ્યા હતાં જેમને ટોલ પ્લાઝા પર વાહનોના ચેકિંગ દરમિયાન પકડવામાં આવ્યા. ધરપકડ કરાયેલા યુવકોની ઓળખ મુઝફ્ફરનગરના નગલાના રહીશ અતીશ ઉર રહેમાન, મલ્લપુરમ નિવાસી સિદ્દીકી, બહરાઈચ જિલ્લાના ઝરવલના રહિશ મસૂદ અહેમદ અને રામપુર જિલ્લાના આલમ તરીકે થઈ છે.
હાથરસ બબાલ પર બોલ્યા એડીજી, 'ષડયંત્ર હેઠળ ખરાબ કરવામાં આવી રહ્યો છે યૂપીનો માહોલ, 13 FIR દાખલ'
ધરપકડ કરાયેલા યુવકો પાસેથી મળ્યો આ સામાન
પોલીસે આ યુવકો પાસેથી મોબાઈલ, લેપટોપ અને સંદિગ્ધ સાહિત્ય (શાંતિ વ્યવસ્થા પર પ્રતિકૂળ પ્રભાવ નાખનારા) જપ્ત કર્યો છે. પોલીસ પૂછપરછમાં એ વાત સામે આવી છે કે તેમનો સંબંધ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) તથા તેના સહસંગઠન કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (CFI) સાથે છે. ત્યારબાદ ચારેય વિરુદ્ધ માંટ પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી થઈ રહી છે.
UPમાં હિંસા ભડકાવવાના ષડયંત્રનો ખુલાસો, યોગી સરકારના મંત્રીએ આપ્યું મોટું નિવેદન
સૂચના બાદ પોલીસે ચેકિંગ દરમિયાન પકડ્યા
એડીજી કાયદો વ્યવસ્થા પ્રશાંતકુમારે જણાવ્યું કે પોલીસને એવી સૂચના મળી હતી કે કેટલાક સંદિગ્ધ વ્યક્તિઓ દિલ્હીથી હાથરસ તરફ જઈ રહ્યા છે. ત્યારબાદ સોમવારે મથુરાના માંટ ટોલ પ્લાઝા પર સંદિગ્ધ વાહનોનું ચેકિંગ હાથ ધરાયું. આ દરમિયાન એક સ્વિફ્ટ ડિઝાયર ગાડી (ડીએલ 01 ઝેડસી 1203)ને રોકવામાં આવી અને ગાડીમાં સવાર ચાર યુવકોની પૂછપરછ કરવામાં આવી. પૂછપરછમાં આ યુવકોનો સંબંધ પીએફઆઈ અને તેના સહયોગી સંગઠન સીએફઆઈ સાથે સંબંધ હોવાની માહિતી મળી.
હાથરસ કેસ પર તમામ સમાચારો વિગતવાર જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube