જમ્મુ : જમ્મુ કાશ્મીર તંત્રએ પુંછ અને રાજોરી જિલ્લા માટે શનિવારે 400 વધારાના વ્યક્તિ બંકરોને મંજુરી આપી. ગત્ત પાંચ દિવસમાં આ બંન્ને જિલ્લામાં પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર કરવામાં આવ્યો છે. એક સરકારી પ્રવક્તાએ જણાવ્યું કે, સીમા પારથી ભારે ગોળીબારને જોતા સરકારે પુંછ અને રાજોરી જિલ્લાનાં 200-200 વધારાના વ્યક્તિગત બંકરોને મંજુરી આપી દેવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિગ્વિજય સિંહે સરકાર પાસે એર સ્ટ્રાઇકના પુરાવા માંગ્યા,ઇમરાનને પાઠવી શુભકામના

તંત્ર દ્વારા ઝડપી બંકરોના નિર્માણના નિર્દેશ અપાયા
તંત્રએ આ બંકરોમાં ઝડપથી નિર્માણ સુનિશ્ચિત કરાવાનો અધિકારીઓને નિર્દેશ આપ્યો અને કહ્યું કે, આ બાબતે કોષ ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા સંબધિત ઉપાયુક્તોની પાસે હશે. પ્રવક્તાએ જણાવ્યુ કે, નિર્ધારિત વિનિર્દેશોના અનુસાર આ બંકરો આવતા મહિનામાં બનાવી દેવામાં આવશે. 


કંગાળ પાકિસ્તાને વિંગ કમાન્ડર અભિનંદનની પિસ્ટલ, મેપ અને સર્વાઇવલ કિટ પરત ન કરી

સ્થાનીક લોકોના અનુસાર તેમણે કહ્યું કે, સીમા પારથી થનારા ગોળીબાર દરમિયાન બંકરો ખુબ જ પ્રભાવિત થાય છે. આ ગોળીબાર દરમિયાન સરહદી વિસ્તારમાં રહેનારા લોકોને સુરક્ષીત સ્થાન પુરુ પાડે છે. બીજી તરફ જાણેતા ગુજજર નેતા શમશેર હકલા પુંછીએ પુંછ જિલ્લામાં ગત્ત થોડા દિવસોમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ચાર નાગરિકોનાં મોત અંગે દુખ વ્યક્ત કર્યું અને સરકારને સીમાવર્તી વિસ્તારો માટે સુરક્ષીત કોલોનિઓ વસાવવા માટેની અપીલ કરી.


શોપિયામાં સેનાના કેમ્પ પર આતંકવાદી હુમલો, સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તાર ઘેર્યો

તેમણે અસૈન્ય વિસ્તારને નિશાન બનાવવા માટે પાકિસ્તાનની નિંદા કરતા કહ્યું કે, સીમા પારથી થનારા ભારે ગોળીબારના કારણે લોકો ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.