દિગ્વિજય સિંહે સરકાર પાસે એર સ્ટ્રાઇકના પુરાવા માંગ્યા,ઇમરાનને પાઠવી શુભકામના
Trending Photos
ઇંદોર : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહાસચિવ દિગ્વિજય સિંહે શનિવારે ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આતંકવાદી સ્થળો પર કરવામાં આવેલી એર સ્ટ્રાઇકથી પુરાવા માંગ્યા. દિગ્વિજય સિંહે કહ્યું કે, ટેક્નીકલનાં આ જમાનામાં કોઇ ફણ વસ્તુનાં પુરવા મળી જાય છે. સરકારને એર સ્ટ્રાઇકનાં પુરાવા આપવા જોઇએ. તેમણે કહ્યું કે, જો કોઇ સરકારથી એર સ્ટ્રાઇક પુરાવા માંગે છે કે ભારત સરકારને પુરાવા આપીને તેમનું મોઢુ બંધ કરી દેવું જોઇએ.દિગ્વિજયે વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને મુક્ત કરવાનાં નિર્ણય અંગે પાકિસ્તાનના વડાપ્રધાનને શુભકામના આપી હતી.
દિગ્વિજય સિંહે કહ્યું કે, અમેરિકાએ પણ ઓસામા બિન લાદેનનાં મોતના પુરાવા આપ્યા હતા. તે જ પ્રકારે ભારત સરકારને પણ એર સ્ટ્રાઇકનાં પુરાવા આપવા જોઇએ. અભિનંદનની વતન વાપસી મુદ્દે બોલતા તેમણે કહ્યું કે, હું પાકિસ્તાનમાં વડાપ્રધાન ઇમરાનને તેના માટે શુભકામના આપુ છું. તેમણે સાબિત કર્યું કે, તેઓ સારા પાડોશી છે. ઇમરાને ટાઇમ બગાડ્યા વગર કે મુદ્દાને ચગાવ્યા વગર કમાન્ડરને મુક્ત કરી દીધા. હવે ઇમરાન ખાનને બહાદુરીથી હાફીઝ સઇદ અને અઝહર મસુદને પણ ભારતને સોંપી દેવો જોઇએ.
કૈલાશ વિજય વર્ગિયનાં નિવેદન પર હુમલો કરતા દિગ્વિજય સિંહે કહ્યું કે, હું છેલ્લા ઘણા દિવસોથી તેમનાં જોઇ રહ્યો છું. તેઓ ભટકેલા લાગી રહ્યા છે. કૈલાશ વિજય વર્ગીયે કેટલીક રાજનીતિક લોકો અને પત્રકારોને પાકિસ્તાનનાં સમર્થક ગણાવ્યા હતા.
બીજી તરફ તૃણમુલ કોંગ્રેસે પણ શનિવારે આરોપ લગાવ્યો કે ભાજપનાં મંત્રી પાકિસ્તાનમાં હવાઇ હુમલામાં મૃતકોની સંખ્યા અંગે મીડિયામાં ખોટા અહેવાલો આંકડા લીક કરી રહ્યા છે. તૃણમુલ કોંગ્રેસે એવો પણ દાવો કર્યો કે કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલા કોઇ પણ આંકડાને ગંભીરતાથી લઇ શકાય નહી. તૃણમુલ કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા ડેરેક ઓ બ્રાયને ટ્વીટર પર કહ્યું કે, સુરક્ષા દળોએ હુમલામાં થયેલા નુકસાન અંગે કુલ સંખ્યા અંગે અધિકારીક માહિતી નથી આપી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે