જયપુર: કસ્ટમ ઓફિસર હાલમાં સોનાની તસ્કરી કરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી રહ્યા છે. ગત થોડા દિવસોમાં હૈદ્રાબાદની કસ્ટમ ટીમે દુબઇથી આવેલી એક મહિલાની બેગઅમાંથી 96 લાખનું સોનું જપ્ત કર્યું હતું. તાજા ઘટનાક્રમમાં જયપુર કસ્ટમ (Jaipur Customs)એ વધુ એક દુબઇથી આવેલી મહિલા પાસે 31 લાખનું સોનું મળી આવ્યું છે. દુબઇથી શારજહાં એરપોર્ટ પરથી ભારત આવેલી આ મહિલાને લાખો રૂપિયાનું સોનું પોતાના અંડરગારમેંટમાં સંતાડ્યું હતું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona: આ દેશે સેક્સ પર જાહેર કરી ગાઇડલાઇન્સ, બનાવ્યા વિચિત્ર નિયમો


કસ્ટમે જપ્ત કર્યું સોનું
મહિલા પાસે જયપુર એરપોર્ટ (Jaipur Airport) પર કસ્ટમની ટીમે 31 લાખ રૂપિયાનુ6 સોનું જપ્ત કરી તેને કસ્ટડીમાં લીધી છે. જોકે તેનું નામ ઉજાગર કરવામાં આવ્યું નથી. કસ્ટમ અધિકારી દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર 44 વર્ષીય મહિલા મુંબઇની નિવાસી છે, તે મંગળવારે (12 જાન્યુઆરી)ના રોજ દુબઇના શારજહા એરપોર્ટ પરથી જયપુર પહોંચી હતી. તમને જણાવી દઇએ કે એરપોર્ટમાં 12 દિવસમાં બીજીવાર લાખો રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. 

નાના ભાઇને બતાવી મોટા ભાઇ સાથે કરાવી દીધા લગ્ન, સાસુએ ચારેય પુત્રો સાથે સંબંધ બાંધવા કરી મજબૂર


સીક્રેટ પોકેટમાં છુપાવ્યું હતું 592 ગ્રામ સોનું
કસ્ટમ ક્લીયરન્સની તપાસ દરમિયાન ઓફિસરોને શંકા ગઇ હતી. અને મહિલાની ફરીથી તપાસ કરવામાં આવી. મહિલાની અંડરગારમેંટના સીક્રેટ પોકેટ દ્વારા 592 ગ્રામ સોનું મળી આવ્યું જેને પ્લાસ્ટિકના પાઉચમાં પેસ્ટના રૂપમાં છુપાવવામાં આવ્યું હતું. આ સોનાની કિંમત 31 લાખ રૂપિયા બતાવવામાં આવી છે. 

Boyfriend સાથે ભાગી છોકરી, પરિવારે છેતરીને પરત બોલાવી, છોકરાની Rape બાદ કરી હત્યા


બોયફ્રેંડએ કોઇ વ્યક્તિને આપવા માટે મોકલ્યું હતું સોનું
પૂછપરછ દરમિયાન મહિલાએ જણાવ્યું કે તેને આ સોનાનું પેકેટ દુબઇમાં રહેતા તેના બોયફ્રેંડએ આપ્યું હતું. મહિલાને બોયફ્રેંડએ જ તેના આવવા જવાનો ખર્ચ પણ પોતાની તરફ આપ્યો હતો. મહિલાએ અધિકારીઓને જણાવ્યું કે પેકેટ આપતી વખતે બોયફ્રેંડે કહ્યું કે જયપુર એરપોર્ટ પર એક વ્યક્તિ મળશે તેને આપી દેજે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube