Corona: આ દેશે સેક્સ પર જાહેર કરી ગાઇડલાઇન્સ, બનાવ્યા વિચિત્ર નિયમો
કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણથી બચવા માટે ઓસ્ટ્રેલિયા (Australia)માં કપલ્સ માટે વિચિત્ર ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે. તેના હેઠળ સાર્વજનિક જગ્યા પર ઓછામાં ઓછા દોઢ મીટરનું અંતર બનાવી રાખવા અને પાર્ટનરને કેવી ગળે લગાવવામાં આવે તે પણ જણાવવામાં આવી રહ્યું છે. બેડરૂમમાં કપલ્સ કેવી રીતે રહે, તેના માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે.
સેક્સ દરમિયાન દોઢ મીટરનું અંતર
બેડરૂમ સાથે જોડાયેલી આ કોવિડ સેફ્ટી ગાઇડલાઇન્સ ન્યૂ સાઉથ વેલ્સની હેલ્થ વેબસાઇટ પર છે અને તેમાં એવી વાતો છે જે તમને આશ્વર્ય પમાડશે. ગાઇડલાઇન્સમાં કોરોનાથી બચવા માટે શારીરિક સંબંધ બનાવતી વખતે પણ ફિજિકલ ડિસ્ટેંસ રાખવાની વાત કહેવામાં આવી છે. લોકોને કહેવામાં આવ્યું છે કે તે સેક્સ દરમિયાન દોઢ મીટરનું અંતર બનાવી રાખો.
kiss કરવાથી બચવાની સલાહ
અત્યાર સુધી સ્પર્મ અથવા વેઝાઇનલ ફ્લૂડ દ્વારા કોવિડ 19નું ઇંફેક્શન ફેલાવવાની પુષ્ટિ થઇ નથી. પરંતુ ડ્રોપલેટ દ્વારા આ બિમારી ફેલાઇ શકે છે. એટલા માટે kiss કરવાથી બચવા માટે કહેવામાં આવ્યું છે અને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે.
કોરોનાથી બચવા માટે શારીરિક અંતર
હેલ્થ વેબસાઇટ પર સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કોવિડ 19ના લીધે કોઇપણ બહારી વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બનાવવા જોખમી છે.
ફોન અથવા વીડિયો ચેટના માધ્યમથી ઇંટિમેટ હોવાની સલાહ
એક્સપર્ટના અનુસાર આમ કરવાથી કોરોનાથી તો બચી શકાશે જ એસઆઇટી પણ તમે બચી શકશો. તેને બર્થ કંટ્રોલ કરવામાં કારગર રીતના રૂપમાં જોઇ શકાય છે. લોકોને ફોન અથવા વીડિયો ચેટના માધ્યમથી એકબીજા સાથે વાત કરવા અને ઇંટિમેટ હોવાની સલાહ આપવામાં આવી છે.
સોલો સેક્સની વાત પણ
લોકો સુરક્ષિત રહે તેના માટે સોલો સેક્સની પણ સલાહ આપવામાં આવી છે. નવી ગાઇડલાઇન્સ અનુસાર જો કોઇ એવા વ્યક્તિ સાથે ફિજિકલ રિલેશન બનાવી રહ્યા છે, જે તમારી સાથે પહેલાંથી રહે છે, ત્યારે તમારે વધુ ડરવાની જરૂર નથી. પરંતુ જે લોકોના મલ્ટીપલ પાર્ટનર છે. તેમને હેલ્થ એક્સપર્ટએ વધુ સાવધાની રાખવાની વાત કહી છે.
Trending Photos