નવી દિલ્હી : કર્ણાટકની કોંગ્રેસ-જેડીએસ સરકાર હવે ડામાડોળ થઇ રહી છે. કર્ણાટકનાં 5 વધારે બળવાખોર ધારાસભ્યોએ શનિવારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. તેમણે સુપ્રીમ કોર્ટ પાસે માંગ કરી છે કે કોર્ટ વિધાનસભા સ્પીકરને તેમનાં રાજીનામું સ્વિકારવા માટેનો આદેશ આપે. આ પાંચ બળવાખોર ધારાસભ્યોમાં સુધાકર રોશ બેગ, એમટીવી નાગરાજ, મુનિ રત્ના અને આનંદસિંહનો સમાવેશ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કન્નૌજમાં માતાએ ભૂખથી તડપતા 7 મહિનાના બાળકનું ગળું દબાવીને હત્યા કરી નાખી
બળવાખોર ધારાસભ્યોનું કહેવું છે કે વિધાનસભા સ્પીકર ધારાસભ્યોનાં મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. આ ઉપરાંત ધારાસભ્યોને સરકારનું સમર્થન કરવાની ધમકી આપવામાં આવી રહી છે. તેમને કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ સરકારને સમર્થન આપે નહી તો તેમને અયોગ્ય જાહેર કરી દેવામાં આવશે. ધારાસભ્યોનું કહેવું છે કે વિધાનમંડળનો કોઇ પણ ચૂંટાયેલ સભ્ય હકદાર છે રાજીનામું આપવા માટે. એવામાં વિધાનસભા સ્પીકર દ્વારા તેમનાં મૌલિક અધિકારોનું હનન કરવામાં આવી રહ્યું છે. 


J&K: ભાગલાવાદીઓના કારણે અમરનાથ યાત્રા સ્થગિત, જમ્મુથી રવાના ન થઈ શક્યા શિવભક્તો 
વિરેન્દ્ર સહેવાગની પત્ની ફ્રોડનો ભોગ બની, આરોપીઓએ આરતીની ખોટી સહી કરી 4.5 કરોડ રૂપિયાની લોન લીધી
બીજી તરફ સુપ્રીમ કોર્ટે શુક્રવારે કર્ણાટકમાં ચાલી રહેલી ઉથલપાથલ અંગે સુનવણી દરમિયાન મંગળવાર સુધી હાલની સ્થિતી પર યથાસ્થિતી યથાવત્ત રાખવા માટે જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટનાં સ્પીકરે આગામી આદેશ સુધી કોઇ જ નિર્ણય નહી લેવા માટે જણાવવામાં આવી રહ્યું છે. રાજીનામું અને અયોગ્યતા મુદ્દે સુનવણી મંગળવારે થશે. સુપ્રીમ કોર્ટ તે જ દિવસે પાંચ અન્ય કર્ણાટકનાં બળવાખોર ધારાસભ્યો દ્વારા દાખલ અરજી અંગે પણ સુનવણી કરશે.