J&K: ભાગલાવાદીઓના કારણે અમરનાથ યાત્રા સ્થગિત, જમ્મુથી રવાના ન થઈ શક્યા શિવભક્તો
ભાગલાવાદીઓએ આપેલા બંધના એલાનના કારણે આજે અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે.
Trending Photos
જમ્મુ: ભાગલાવાદીઓએ આપેલા બંધના એલાનના કારણે આજે અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. તીર્થયાત્રીઓને જમ્મુથી કાશ્મીર ઘાટી તરફ જવાની મંજૂરી અપાઈ નથી. પોલીસે આ જાણકારી આપી. પોલીસ સૂત્રએ જણાવ્યું કે અલગાવવાદીઓએ આપેલા બંધના એલાન બાદ કાયદો વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને જમ્મુથી શ્રીનગર થઈ રહેલી તીર્થયાત્રીઓની અવરજવર આજે સ્થગિત રહેશે.
વર્ષ 1931માં ડોગરા મહારાજની સેનાતરફથી શ્રીનગર સેન્ટ્રલ જેલની બહાર ફાયરિંગમાં માર્યા ગયેલા લોકોની યાદમાં જમ્મુ અને કાશ્મીરમાં 13 જુલાઈનો દિવસ શહીદ દિવસ તરીકે ઉજવાય છે.
આ બાજુ રાજ્ય સરકાર આ દિવસને 1947માં આઝાદી માટે લડનારા સ્વાતંત્ર્ય સેનાનીઓ પ્રત્યે સન્માન તરીકે મનાવે છે. એક જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રાની વાર્ષિક તીર્થયાત્રામાં 1.50 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અત્યાર સુધી બાબા બર્ફાનીના દર્શન કરી ચૂક્યા છે. આ વર્ષે 15મી ઓગસ્ટના શ્રાવણી પૂર્ણિમાના રોજ અમરનાથ યાત્રા સમાપ્ત થશે.
2 યાત્રીઓના મોત
અમરનાથ યાત્રામાં બે યાત્રીઓના શુક્રવારે મોત થયા હતાં. પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ ગુજરાતના 65 વર્ષના શ્રીકાંત દોશી અને ઝારખંડના 55 વર્ષના શશિકુમારનું શુક્રવારે મોત થયું.
જુઓ LIVE TV
સૂત્રોએ જણાવ્યું કે શ્રીકાંત દોશીનું નિધન પરંપરાગત પહેલગામ-ગુફા તીર્થ માર્ગ પર શેષનાગ પડાવમાં થયું જ્યારે શશિકુમારનું મોત યાત્રા બાદ થોભ્યા ત્યારે થયું. તેમણે કહ્યું કે બંને કેસમાં મોતના કારણની તપાસ ચાલુ છે.
11 દિવસમાં 1.44 લાખ શ્રદ્ધાળુઓએ કરી અમરનાથ યાત્રા
અમરનાથ યાત્રા આ વર્ષે પહેલી જુલાઈથી શરૂ થઈ હતી. અત્યાર સુધીમાં 1.44 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીની દર્શન કર્યા છે. અધિકારીઓના જણાવ્યાં મુજબ એક જુલાઈથી યાત્રા શરૂ થયા પછા અત્યાર સુધીમાં 1,44,058 શ્રદ્ધાળુઓએ પવિત્ર શિવલિંગના દર્શન કર્યાં.
શ્રદ્ધાળુઓના જણાવ્યાં મુજબ અમરનાથ ગુફામાં બરફની એક વિશાળ શિવલિંગ જેવી પ્રતિમા બને છે જે ભગવાન શિવની પૌરાણિક શક્તિઓનું પ્રતિક છે. તીર્થયાત્રી પવિત્ર ગુફા સુધી જવા માટે કાં તો અપેક્ષાકૃત નાના 14 કિમી લાંબા બાલટાલ માર્ગથી જાય છે અથવા તો 45 કિમી લાંબા પહેલગામ માર્ગથી જાય છે.
બંને આધાર શિબિરો પર જો કે તીર્થ યાત્રીઓ માટે હેલિકોપ્ટર સેવાઓ છે. બરફની આકૃતિ ચંદ્રમાની ગતિની સાથે સાથે પોતાની સંરચના બદલે છે. સ્થાનિક મુસ્લિમોએ પણ હિન્દુ તીર્થયાત્રીઓની સુવિધાઓ અને સરળતાથી યાત્રા થાય તે સુનિશ્ચિત કરવા માટે મદદ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે