પાંચમા તબક્કાનો ચૂંટણી પ્રચાર પુર્ણ, રાજનાથ, સોનિયા, રાહુલના ભાગ્યનો નિર્ણય
પાંચમા તબક્કામાં મધ્યપ્રદેશની 7, રાજસ્થાનની 12, યુપીની 14, બંગાળની 7, બિહારની 5, જમ્મુ કાશ્મીરની 2, ઝારખંડની 4 સીટો પર મતદાન થશે
લખનઉ : લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં ઉત્તરપ્રદેશની જે 14 લોકસભા સીટો માટે મતદાન થાનું છે, તેમાંથી અનેક દિગ્ગજોનું રાજનીતિક ભવિષ્ય પણ દાંવ પર લાગેલું છે. નિર્ણય મતદાતાઓનાં હાથમાં છે. તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ, સંપ્રગ અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીનો સમાવેશ થાય છે. પાંચમા તબક્કા માટે પ્રચાર શનિવારે સાંજે પાંચ વાગ્યે અટકી ગયો હતો. આ તબક્કામાં 7 રાજ્યોની 51 સીટો પર મતદાન થશે. જેમાં મધ્યપ્રદેશની 7, રાજસ્થાનની 12, યુપીની, 14, બંગાળની 7, બિહારની 5, જમ્મુ કાશ્મીરની 2, ઝારખંડની 4 સીટો પર મતદાન થશે.
મહેબુબા મુફ્તીની આતંકવાદીઓને અપીલ! રમઝાન દરમિયાન હુમલા નહી કરવા અપીલ
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ ભાજપના ઉમેદવાર તરીકે એક વાર ફરીથી લખનઉ લોકસભા સીટથી મેદાનમાં છે. તેમનો મુકાબલો સપા-બસપા ગઠભંધનનાં ઉમેદવાર પુનમ સિન્હા અને કોંગ્રેસ ઉમેદવાર કલકી પીઠના મહંત આચાર્ય પ્રમોદ કૃષ્ણમ સાથે છે. ગત્ત વખતે રાજનાથે અહીં લગભગ 2 લાખ 72 હજાર મતોથી જીત પ્રાપ્ત કરી હતી. આ વખતે તેમની સામે પોતાનું માર્જીન યથાવત્ત રાખવાનો પડકાર છે. આશરે 3 દશકથી આ સીટ પર ભાજપનો કબ્જો છે. 1991થી ભાજપ અહીંથી સતત જીત પ્રાપ્ત કરી રહ્યું છે.
Indian Oil માં બંપર ભરતી, 60 હજારથી શરૂ થશે પગાર
આ તબક્કામાં સૌથી વધારે રસાકસી અમેઠી સીટ પર જોવા મળી રહી છે. અહીં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની લડાઇ કેન્દ્રીય મંત્રી અને ભાજપ ઉમેદવાર સ્મૃતિ ઇરાની સામે છે. ઉમેદવાર જાહેર થયા બાદથી જ સ્મૃતી સતત અમેઠીમાં છે. તેમનાં પક્ષમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે રોડ શો કર્યો છે, મુખ્યમંત્રી યોગી સહિત અનેક નેતાઓએ જનસભાઓ કરી છે.
અરવિંદ કેજરીવાલનાં રોડ શો દરમિયાન એક વ્યક્તિએ માર્યો લાફો, આપનો BJP પર આરોપ
અમેઠીમાં કાંટાની ટક્કર
બીજી તરફ રાહુલની તરફથી કોંગ્રેસનાં સ્ટાર પ્રચારક અને તેમની બહેન પ્રિયંગા ગાંધી અને છત્તીસગઢનાં મુખ્યમંત્રી ભુપેશ બધેલ પણ સતત અમેઠીમાં પ્રચાર કરી રહ્યા છે. પ્રિયંકાએ પોતાનાં રોડ શો અને ગલીની સભાઓમાં સ્મૃતિ ઇરાનીને બાહ્ય ગણાવ્યા છે, જેને કોંગ્રેસ પોતાનો પ્લસ પોઇન્ટ માની રહી છે. આ ઉપરાંત મંડલ-કમંડલની રાજનીતિમાંથી ઉભરેલા વીપી સિંહનાં સંસદીય વિસ્તાર ફતેહપુરામાં ભાજપ માટે લડાઇ આકરી હોવાનું જણાવી રહ્યું છે. અહીં ગઠબંધનથી બસપા સુખદેવ પ્રસાદ વર્માને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બીજી તરફ જુના સપા નેતા રાકેશ સચાન આ વખતે કોંગ્રેસમાંથી લડી રહ્યા છે. મેદાનમાં ઉતારીને ભાજપ ઉમેદવાર સાધ્વી નિરંજન જ્યોતી માટે મુશ્કેલી પેદા કરી રહ્યા છે.
શ્રીલંકન સેના પ્રમુખનો દાવો, ટ્રેનિંગ માટે આતંકવાદીઓ કેરળ અને કાશ્મીર ગયા હતા
આ ધુરંધરો મેદાનમાં છે...
આ ઉપરાંત આ તબક્કામાં લલ્લૂ સિંહ, બૃજભૂષણ શરણ સિંહ, કૌશલ કિશોર, જિતિન પ્રસાદ, કીર્તિવર્ધન સિંહ, પ્રમોદ આચાર્ય કૃષ્ણમ, કૈસર જહા, તનુજ પુનિયા, આર.કે ચૌધરી, નિર્મલ ખત્રી, પુનમ સિન્હા, ગુડ્ડુ સિંહ, સી.એલ વર્મા અને ઇન્દ્રજીત સરોજ સહિત અનેક અન્ય મહત્વનાં નેતાઓનું ભાવી ઇવીએમમાં કેદ થશે.
બેકોપ્સ કંપની મુદ્દે રાહુલ પર જેટલીનો શાબ્દિક પ્રહાર, સંરક્ષણ સોદાઓ માટે નકલી કંપનીઓ બનાવી
યુપીની આ સીટો પર મતદાન
પાંચમાં તબક્કામાં રાજ્યની કુલ 14 લોકસભા સીટો પર 181 ઉમેદવારો ચૂંટણી મેદાને છે. આ સીટો પર કુલ 2.47 કરોડ મતદાન કરવાનાં છે. તેમાં 1.32 કરોડ પુરૂષ, 1.14 કરોડ મહિલા અને 1321 તૃતિય લિંગના મતદાતાઓ છે. આ તબક્કામાં જે સીટો માટે મતદાન થવાનું છે, તેમાં ધોરહરા, સીતાપુર, મોહનલાલગંજ, લખનઉ, રાયબરેલી, અમેઠી, બાંદા, ફતેહપુર, કૌશાંબી, બારાબંકી, ફૈઝાબાદ, બહરાઇચ, કેસરગંજ અને ગોંડાનો સમાવેશ થાય છે. આ સીટો પર 6 મેનાં રોજ થનારા મતદાન માટે કુલ 16,124 મતદાન કેન્દ્રો બનાવવામાં આવશે.
સાઉદીમાં કુરાન ટીચર પાસે કરાવાતું હતું 'આ' કામ!, છૂટકારો થતા સુષમા સ્વરાજનો માન્યો આભાર
રાજસ્થાનની 12 સીટો પર પણ ચૂંટણી પ્રચાર રોકાઇ
12 લોકસભા સીટો માટે 134 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. જેમાં શ્રીગંગાનગર લોકસભા સીટમાં 9 ઉમેદવાર, બીકાનેરમાં 9, ચુરુમાં 12, ઝુંઝુંનૂમાં 12, સીકરમાં 12, જયપુર ગ્રામીણ 8, જયપુરમાં 24, અલવરમાં 11, ભરતપુરમાં 8, કરૌલી-ધોલપુરમાં 5, દોસામાં 11 અને નાગોરમાં 13 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.