સાઉદીમાં કુરાન ટીચર પાસે કરાવાતું હતું 'આ' કામ!, છૂટકારો થતા સુષમા સ્વરાજનો માન્યો આભાર

હૈદરાબાદમાં રહેતા કુરાન ટીચરે સાઉદી અરબથી પરત ફર્યા બાદ ભારતીય દૂતાવાસ ઉપરાંત વિદેશ મંત્રી સુષમા સ્વરાજનો પણ આભાર વ્યક્ત કર્યો છે.

સાઉદીમાં કુરાન ટીચર પાસે કરાવાતું હતું 'આ' કામ!, છૂટકારો થતા સુષમા સ્વરાજનો માન્યો આભાર

હૈદરાબાદ: હૈદરાબાદમાં રહેતા કુરાન ટીચરે સાઉદી અરબથી પરત ફર્યા બાદ ભારતીય દૂતાવાસ ઉપરાંત વિદેશ મંત્રી સુષમા સ્વરાજનો પણ આભાર વ્યક્ત કર્યો છે. હાફિઝ મોહમ્મદ બહાઉદ્દીને જણાવ્યું કે એજન્ટે તેને સુદૂર વિસ્તારમાં મોકલી દીધો હતો.  મારી પાસે ત્યાં ક્લિનરનું કામ કરાવવામાં આવતું હતું. હું  બીમાર પડી ગયો હતો. મારા માલિકે મને હોસ્પિટલ જવાની પણ ના પાડી દીધી. ભારતીય દૂતાવાસના અધિકારીઓએ મને બચાવ્યો. તેમણે મારી હૈદરાબાદની ટિકિટ પણ કરાવી આપી. આ બદલ હું વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને ભારતીય દૂતાવાસના લોકોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. 

હાફિઝે કહ્યું કે હું હૈદરાબાદમાં કુરાન ટીચર તરીકે કામ કરતો હતો. એક એજન્ટે સાઉદી અરબની અલ બહાહ મસ્જિદમાં કામ કરવાની ઓફર આપી. તેમણે કહ્યું કે આ કામ બદલ મને 95000 રૂપિયા મળશે. મેં તરત જ આ ઓફર સ્વીકારી લીધી. હાફિઝે કહ્યું કે મને 21મી માર્ચે સાઉદી અરબના અલ બહાહ શહેર મોકલી દેવાયો. 

— ANI (@ANI) May 3, 2019

સાઉદી પહોંચ્યા બાદ મને સુદૂર વિસ્તારમાં મોકલી દેવાયો. ત્યાં મારી પાસે ક્લિનરનું કામ કરાવવામાં આવતું હતું. મારા માલિક સવારથી લઈને રાત સુધી મારી પાસે તેમની ઓફિસનું કામ કરાવતા હતાં. તેમણે જણાવ્યું કે થોડા દિવસો સુધી કામ કર્યા બાદ મારી તબિયત ખરાબ થઈ ગઈ. પરંતુ મારા માલિકે મને હોસ્પિટલ લઈ જવાની ના પાડી દીધી. 

જુઓ LIVE TV

હાફિઝે જણાવ્યું કે તેમની પત્નીને તેમણે પોતાની સ્થિતિ અંગે જણાવ્યું હતું. ત્યારબાદ પત્નીએ વિદેશ મંત્રી સુષમા સ્વરાજને પત્ર લખીને ફરિયાદ કરી હતી. પત્નીએ ભારતીય દૂતાવાસને મને ત્યાંથી છોડાવવાની અપીલ કરી હતી. પત્નીએ પતિ મારા બીમાર હોવાની અને મારા સંઘર્ષ અંગે પણ જણાવ્યું હતું. ભારત પાછા ફર્યા બાદ હાફિઝ પોતાના પરિવારને મળીને હવે ખુબ ખુશ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news