નવી દિલ્હી: કાશ્મીરમાં પાછલા કેટલાક દિવસોમાં સુરક્ષા દળ પર વધતા ગ્રેનેડ હુમલાની ઘટનાઓમાં બધી સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી દીધી છે. કાશ્મીર પોલીસના એક રિપોર્ટ અનુસાર કાશ્મીરમાં છેલ્લા દસ દિવસમાં આતંકીઓએ સુરક્ષા દળ પર 6 વખત ગ્રેનેડ હુમલા કર્યા છે. આતંકવાદીઓ તરફથી ગ્રેનેડ હુમલાની વધતી ઘટનાઓ પાછળ સૌથી મોટું કારણ કાશ્મીરના આતંકી સંગઠનોને મોટા પ્રમાણમાં ગ્રેનેટનું નવું કન્સાઇનમેન્ટ મળ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: પૂર્વ કેન્દ્રીય મંત્રીની ધમકી, રાહુલ ગાંધી વિશે કરીશ એવા ખુલાસા, મોઢુ દેખાડવા લાયક રહેશે નહીં


કાશ્મીર પોલીસના રિપોર્ટ અનુસારા આ મહિનામાં 10 જાન્યુઆરીથી લઇને 19 જાન્યુઆરી વચ્ચે આતંકવાદીઓએ સતત ગ્રેનેડથી પોલીસ અને અર્ધસૈનિક દળોને નિશાન બનાવ્યા છે. કાશ્મીરમાં તૈનાત સુરક્ષા એજન્સીથી જોડાયેલા એક અધિકારીના જણાવ્યા અનુસાર એવું લાગે છે કે આઇએસઆઇના આતંકવાદીઓ મોટા પ્રમાણમાં ગ્રેનેડ પ્રદાન કરવામાં આવ્યા છે. આતંકવાદીઓ જે રીતે એક પછી એક સુરક્ષા દળો પર ગ્રેનેડ હુમલા કરી રહ્યાં છે તેનાથી લાગી રહ્યું છે કે આઇએસઆઇએ આ કન્સાઇનમેન્ટ તેમના સુધી પહોંચાડ્યું છે. આપણે સતર્ક રહેવું પડશે. 26 જાન્યુઆરી પહેલા ગ્રેનેડ હુમલાની ઘટનાઓને અંજામ આપી શકે છે.


વધુમાં વાંચો: એક સમયે ભેગો કરતા હતા કચરો, હવે બન્યા ચંડીગઢના મેયર, જાણો કોણ છે આ શખ્સ


10 જાન્યુઆરીથી ગ્રેનેડ હુમાલાની જે પણ ઘટનાઓ થઇ છે તેનો સંપૂર્ણ રિપોર્ટ કાશ્મીર પોલીસે તૈયાર કર્યો છે. રિપોર્ટ અનુસાર 11 જાન્યુઆરીએ લગભગ દોઢ વાગે શ્રીનગરના લાલ ચોક પર સીઆરપીએફના મોબાઇલ બંકર પર આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો. તે દિવસે સાંજે શ્રીનગરના લાલ ચોક પર બીજો ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. જેના નિશાના પર સીઆરપીએફના જવાન હતા. 17 જાન્યુઆરી ફરી એક વાર શ્રીનગરના રાજબાઘમાં આતંકવાદીઓએ પોલીસ પર ગ્રેનેડથી હુમલો કર્યો, જેમાં 3 લોકોને ગંભીર ઇજા થઇ હતી.


વધુમાં વાંચો: મોદી સરકારની સમગ્ર દુનિયામાં ‘જય-જય’, ‘સૌથી નબળા દેશો’માંથી બહાર નિકળી રચ્યો ઇતિહાસ


18 જાન્યુઆરીએ જુદી-જુદી જગ્યાઓ પર ગ્રેનેડ હુમલાની ત્રણ ઘટનાઓ બની હતી. જેમાં શ્રીનગરના લાલ ચોક પર સીઆરપીએફના જવાનો પર ગ્રેનેડ હુમાલો થયો, પછી શોપિયામાં સીઆરપીએફ અને પુલવામાના પોલીસ સ્ટેશન પર આતંકવાદીઓ ગ્રેનેડ હુમાલો કરી ફરાર થઇ ગયા હતા.


વધુમાં વાંચો: કર્ણાટકામાં કોંગ્રેસી ધારાસભ્યો વચ્ચે મારામારી, MLA આનંદ સિંહ થયા ઇજાગ્રસ્ત: સૂત્ર


સુરક્ષા એજન્સીના એક અધિકારીના જણાવ્યા અનુસાર 6માંથી 4 ગ્રેનેડ હુમલા શુક્રવારના દિવસે નમાજ પછી કરવામાં આવ્યા હતા. જેમાં આતંકવાદી ટોળાનો ફાયદો ઉઠાવી ફરાર થઇ શકે. આતંકવાદીઓએ મોટાભાગના ગ્રેનેડ 50થી 100 યાડ્સના અંતર પર બ્લાસ્ટ થયા છે. તેનો અર્થ એ છે કે ગ્રેનેડ હુમલાખોનો ઉદેસ્ય હિટ એન્ડ રન છે જે નમાજ પછી ટાળોનો ફાયદો ઉઠાવી સુરક્ષા દળ પર હુમલો કરી રહ્યાં છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...