tractor parade violence: 8 બસો, 17 ગાડીઓ તોડી, ટ્રેક્ટર પરેડ હિંસા બાદ 7 FIR દાખલ
દિલ્હીમાં મચેલા આ બબાલ અને સંપત્તિને ક્ષતી પહોંચાડવાના મામલામાં ઈન્ટર્ન રેન્જ પોલીસ દ્વારા ચાર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પાંડવ નગરમાં એક, ગાઝીપુરમાં બે અને સીમાપુરીમાં એક એફઆઈઆર નોંધવામાં આવી છે.
નવી દિલ્હીઃ કૃષિ કાયદાના વિરોધમાં ગણતંત્ર દિવસ (Republic day 2021) ના અવસર પર કિસાનોએ દિલ્હીમાં ટ્રેક્ટર રેલી કાઢી હતી. શાંતિ પૂર્ણ પરેડ કાઢવાનો દાવો કર્યો, પરંતુ આ પરેડથી દિલ્હીમાં બબાલ મચી ગઈ હતી. ઘણા સ્થાનો પર પોલીસ અને કિસાનો વચ્ચે હિંસક ઘર્ષણ થયું. આંદોલનકારીઓએ આ દરમિયાન પબ્લિક પ્રોપર્ટીને પણ નિશાન બનાવવામાં આવી હતી.
પ્રદર્શન દરમિયાન આંદોલનકારીઓએ ડીટીસીની 8 બસોને ક્ષતિગ્રસ્ત કરી છે. આ બસોમાં ટ્રેક્ટરથી ટક્કર મારવામાં આવી. બસોના કાચ તોડવામાં આવ્યા. એટલું જ નહીં પ્રદર્શન દરમિયાન 17 એવા વાહનોને પણ નિશાન બનાવવામાં આવ્યા, જે સામાન્ય નાગરિક હતા. આ સિવાય ચાર કન્ટેનર પણ તોડી દેવામાં આવ્યા. પ્રદર્શનકારીઓને રોકવા માટે રોડપર લગાવવામાં આવેલા લોખંડના આશરે 300 બેરિકેટ્સ પણ તોડી દીધા હતા.
આ પણ વાંચોઃ Tractor Parade Violence: રાકેશ ટિકૈતનો આરોપ, આજની ઘટના માટે પોલીસ જવાબદાર
દિલ્હીમાં મચેલા આ બબાલ અને સંપત્તિને ક્ષતી પહોંચાડવાના મામલામાં ઈન્ટર્ન રેન્જ પોલીસ દ્વારા ચાર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પાંડવ નગરમાં એક, ગાઝીપુરમાં બે અને સીમાપુરીમાં એક એફઆઈઆર નોંધવામાં આવી છે. આ સિવાય ત્રણ અન્ય એફઆઈઆર દ્વારકા બાબા હરિદાસ નગર પોલીસ સ્ટેશન, નફઝગઢ અને એક એફઆઈઆર ઉત્તમ નગરમાં દાખલ કરવામાં આવી છે. સૂચના છે કે સેન્ટ્રલ અને નોર્થ દિલ્હી જે એરિયામાં લાલ કિલ્લો છે ત્યાં પણ એક કેસ દાખલ કરવામાં આવી રહ્યો છે.
કિસાન નેતા જવાબદારીમાંથી છટકી ગયા
રાકેશ ટિકૈતે કહ્યુ કે, આજની ઘટના પર અમે દુખ વ્યક્ત કરીએ છીએ, પરંતુ આ ઘટના માટે ભાકિયુ દિલ્હી પ્રશાસનને જવાબદાર ઠેરવે છે. જે રૂટ દિલ્હી પોલીસ તરફથી નક્કી કરવામાં આવ્યા હતા, ટ્રેક્ટર માર્ચ તે રૂટ પર શરૂ થઈ હતી. પરંતુ નક્કી જગ્યાએ બેરિકેટ લગાવી કિસાન યાત્રાને ભ્રમિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેનું પરિણામ આવ્યું કે, ટ્રેક્ટર સવાર ભટકીને દિલ્હી તરફ જતા રહ્યાં. પરિણામ સ્વરૂપ અસામાજીત તત્વો અને કેટલાક સંગઠનોને તક મળી અને તેણે આ યાત્રામાં વિઘ્ન પાડવાનો પ્રયાસ કર્યો. ભારતીય કિસાન યુનિયન આ કૃત્યમાં લિપ્ત લોકોથી ખુદને અલગ કરે છે. કિસાન યુનિયનનો હંમેશા શાંતિપૂર્મ આંદોલનમાં વિશ્વાસ રહ્યો છે.
આ પણ વાંચોઃ દિલ્હીમાં થયેલી હિંસા પર બોલ્યા Sambit Patra- જેને અન્નદાતા કહેતા હતા તે ઉગ્રવાદી સાબિત થયા
અનેક જગ્યાએ તોડફોડઃ પોલીસ
શ્રીવાસ્તવે કહ્યુ કે, પ્રદર્શનકારીઓએ ઘણા સ્થળો પર તોડફોડ કરી છે, જેમાં ઘણા પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા છે. જાહેર સંપત્તિને નુકસાન પહોંચ્યું છે. તો જેસીપી આલોક કુમારે કહ્યુ કે, કિસાન નેતાઓ સાથે વાતચીતમાં રૂટ નક્કી કરવામાં આવ્યો હતો પરંતુ કિસાનોએ રૂટ તોડ્યો હતો. ગાઝીપુર બોર્ડર પાસે પ્રથમ ઘર્ષણ પોલીસ સાથે થયું હતું. પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ ખુબ ઉગ્ર રીતે ટ્રેક્ટરોને પોલીસકર્મીઓ ઉપર ચઢાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. કુમારે કહ્યુ કે, રેલી દરમિયાન મોટા પાયે તોડફોડ અને નુકસાન કરવામાં આવ્યું છે. ખુબ ઉગ્ર રીતે આ રેલી કરવામાં આવી છે. તેના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube