નવી દિલ્હી: દેશમાં હાલના સાત સાંસદો અને 199 ધારાસભ્યોએ પોતાના પાનકાર્ડની વિગતો જાહેર કરી નથી. ચૂંટણી સમયે નામાંકન પત્ર ભરતી વખતે તેની ખાસ જરૂર છે. શુક્રવારે જાહેર કરાયેલા એક રિપોર્ટમાં આ વિગતો આપવામાં આવી છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર) અને નેશનલ ઈલેક્શન વોચ (એનઈડબલ્યુ)ના આ રિપોર્ટને 542 લોકસભા સાંસદો અને 4086 ધારાસભ્યોના પાન વિવરણના વિશ્લેષણ બાદ તૈયાર કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાશ્મીરમાં હવે આતંકવાદીઓની સરેરાશ ઉંમર 9 માંથી ઘટીને 6 મહિના થઇ ગઇ


સંસદ અને રાજ્ય વિધાનસભા ચૂંટણી લડવા માટે ઉમેદવારોએ ચૂંટણી અધિકારીઓ સમક્ષ પોતાના નામાંકનપત્રો સાથે પોતાના સોગંદનામામાં પાનની વિગતો આપવાની રહેતી હોય છે. એડીઆરએ એક નિવેદનમાં કહ્યું કે પાન કાર્ડની વિગતો જાહેર નહીં કરનારા સૌથી વધુ કોંગ્રેસના 51 ધારાસભ્યો છે. ત્યારબાદ ભાજપના 42 અને માકપાના 25 ધારાસભ્યો છે. 


રાજ્યવાર જોવા જઈએ તો સૌથી વધુ સંખ્યા કેરળમાંથી 33 છે. ત્યારબાદ મિઝોરમ (28) અને મધ્ય પ્રદેશ (19) છે. રસપ્રદ વાત એ છે કે મિઝોરમ રાજ્ય વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યાં જ 40 હોય છે અને તેમાંથી પણ 28 ધારાસભ્યોએ પાનકાર્ડની વિગત આપી નથી. 


(ઈનપુટ ભાષા)


દેશના વધુ સમાચારો માટે કરો ક્લિક...