નવી દિલ્હીઃ બ્રિટનમાં કોરોના વાયરસ  (Coronavirus)નો નવો સ્ટ્રેન મળ્યા બાદ વિશ્વભરમાં ડરનો માહોલ છે અને તેને જોતા ભારત સરકારે 22 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી બ્રિટનથી આવતી ફ્લાઇટો પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ વચ્ચે લંડનથી ભારત પહોંચેલા 7 યાત્રી કોરોના પોઝિટિવ આવ્યા છે અને નવા સ્ટ્રેનના ભારત પહોંચી જવાનો ડર વધી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી પહોંચેલા 266 યાત્રીકોમાં 5 પોઝિટિવ
કોરોના વાયરસ  (Coronavirus)ના નવા સ્ટ્રેનના ડર વચ્ચે સોમવારે મોડી રાત્રે 266 યાત્રીકો અને ક્રૂ મેમ્બરોને લઈને લંડનથી દિલ્હી પહોંચેલી ફ્લાઇટમાં પાંચ યાત્રીકો કોરોના પોઝિટિવ આવ્યા છે. અધિકારીઓ અનુસાર તેના સેમ્પલ તપાસ માટે નેશનલ સેન્ટર ફોર ડિઝીસ કંટ્રોલ (NCDC) મોકલી દેવામાં આવ્યા છે, જેથી જાણી શકાય કે પાંચ યાત્રીકોમાં નવો કોરોના વાયરસ તો નથીને. 


કોલકત્તામાં બે યાત્રી મળ્યા કોરોના પોઝિટિવ
સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ કહ્યુ કે, યૂકેથી કોલકત્તા પહોંચ્યા બાદ બે યાત્રીકો પોઝિટિવ આવ્યા છે. તેમણે જણાવ્યું કે, 222 યાત્રીકોને લંડનથી લઈને ફ્લાઇટ રવિવારે રાત્રે કોલકત્તાના નેતાજી સુભાષ ચંદ્ર બોસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચી હતી.  


આ પણ વાંચોઃ 246 મુસાફરોની છેલ્લી ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પહોંચી, RT-PCR ટેસ્ટની કામગીરી શરૂ કરાઈ


25 યાત્રીકો પાસે નહતો કોવિડ રિપોર્ટ
પશ્ચિમ બંગાળ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના એક અધિકારીએ જણાવ્યું, બ્રિનટથી કોલકત્તા પહોંચેલા 25 યાત્રીકોની પાસે કોવિડ-19નો રિપોર્ટ નહતો. તેથી તેને ક્વોરેન્ટાઇન સેન્ટર મોકલવામાં આવ્યા અને તેના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં બે વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 


વિદેશથી આવનાર યાત્રીકો 7 દિવસ ક્વોરેન્ટાઇન
કોરોનાના નવા સ્ટ્રેનનને જોતા સરકારે વિદેશથી આવનાર તમામ યાત્રીકોને 7 દિવસ સુધી ક્વોરેન્ટાઇન રહેવાનો આદેશ આપ્યો છે. ભારત આવ્યા બાદ યાત્રીકોનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે અને દરરોજ મોનિટરિંગ કરવામાં આવશે. ક્વોરેન્ટાઇનમાં છઠ્ઠા દિવસે બીજીવાર ટેસ્ટ કરવામાં આવશે. 


આ પણ વાંચોઃ New Covid Strain અંગે રાહતના સમાચાર, WHOએ કહ્યું- હજુ બેકાબુ થયો નથી, થઈ શકે છે કંટ્રોલ


બ્રિટનથી આવેલા લોકો માટે એડવાઇઝરી જાહેર
બ્રિટનથી કોરોના વાયરસના મ્યૂટેશનમાં 17 ફેરફાર થયા છે. તેને જોતા સ્વાસ્થ્ય મંત્રાલયે બ્રિટનથી ભારત આવતા લોકો માટે એડવાઇઝરી જાહેર કરી છે. તે હેઠળ 25 નવેમ્બરથી આજે (22 ડિસેમ્બર) સુધી ભારત આવેલા લોકોની તપાસ થશે. આ સિવાય છેલ્લા બે દિવસમાં આવેલા લોકોએ આઇસોલેશનમાં રહેવું પડશે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube