Viral Photo: ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં 70 વર્ષના વૃદ્ધે પોતાની 28 વર્ષની પુત્રવધુ સાથે લગ્ન કરી લીધા. આ બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર આ લગ્ન હાલ ચર્ચાનો વિષય બન્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જનપદના બડહલગંજ પોલીસ મથકનો આ મામલો હોવાનું કહેવાય છે. અહીં છપિયા ઉમરાવ ગામના રહીશ કૈલાશ યાદવે (70 વર્ષ) તેમના પુત્રની વહુ પૂજા (28 વર્ષ) સાથે મંદિરમાં લગ્ન કરી લીધા. વૃદ્ધના 42 વર્ષ નાની યુવતી સાથેના લગ્નથી દરેક જણ અચંબિત થયા છે. હવે આ નવપરણિત દંપત્તિના મંદિરમાં થયેલા લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે. ફોટા વાયરલ થતા જ વિસ્તારમાં પણ લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે. 


બજેટ પહેલા યુવાઓ માટે ખુશખબર, સરકાર આપશે બેરોજગારી ભથ્થું, જાણો કેટલા રૂપિયા મળશે


9 વર્ષના લાંબા સમય પછી બાદ ચાર ધામની રક્ષક દેવીનું ફરી સ્થળાંતર થશે, પ્રલયની તૈયારી?


જયા કિશોરીની વિશે આ વાતો તમને ભાગ્યે જ ખબર હશે! ખાસ જાણો


અત્રે જણાવવાનું કે મીડિયા રિપોર્ટ મુજબ છપિયા ગામનો રહીશ કૈલાશ યાવદ બડહલગંજ પોલીસ મથકનો ચોકીદાર છે. તેની પત્નીનું 12 વર્ષ અગાઉ મૃત્યુ થઈ ચૂક્યું છે. કૈલાશના 4 સંતાનોમાંથી ત્રીજા નંબરના પુત્રની વહુ પૂજા પતિના મૃત્યુ બાદ પોતાની જિંદગી ક્યાંક બીજે જઈને સવારવાનું વિચારતી હતી. પરંતુ આ બધા વચ્ચે સસરાનું દિલ વહુ પર આવી ગયું અને ત્યારબાદ ઉંમર અને સમાજના બંધનોની ઝંઝીરો તોડીને બંનેએ મંદિરમાં જઈને સાત ફેરા ફરી લીધા. 


એવું પણ કહેવાઈ રહ્યું છે કે બંનેએ પોતાની મરજીથી લગ્ન કર્યા છે. આ વિવાહ અંગે કોઈ પણ પક્ષ તરફથી પોલીસ કે પ્રશાસન સ્તરે ફરિયાદ દાખલ થઈ નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube