Jaya Kishori: જયા કિશોરીની વિશે આ વાતો તમને ભાગ્યે જ ખબર હશે! ઈન્સ્ટાગ્રામ પર માત્ર 28 લોકોને કરે છે ફોલો

ખુબ જ ઓછા લોકો આધ્યાત્મિક અને મોટીવેશનલ સ્પીકર તરીકે સ્થાન બનાવી શકે છે, કોલકાતાની જયા કિશોરીએ છેલ્લા ઘણા વર્ષોથી આ સિદ્ધી હાંસલ કરી છે. જયા કિશોરીની આજ કાલ ખુબ ચર્ચાઓ થઈ રહી છે. અચાનક લગ્ન માટે તેમનું નામ બાગેશ્વર બાબા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે જોડવામાં આવ્યું. જો કે શાસ્ત્રીએ આ વાતને નકારી કાઢી છે. પરંતુ જયા કિશોરી વિશે જાણવાની ઈચ્છા ડિજિટલ મીડિયા અને ગૂગલ પર ખુબ જોવા મળે છે.

તેમનું વ્યક્તિત્વ ગરીમાપૂર્ણ અને સુંદરતા માટેનું છે. જ્યારે તે બોલે છે, ત્યારે લોકો આ 28 વર્ષની છોકરીના શબ્દો સાંભળીને મંત્રમુગ્ધ થઈ જાય છે. તેઓનું મોટીવેશનલ અને આધ્યાત્મિક પ્રવચનમાં એક મોટું નામ માનવામાં આવે છે. જ્યાં તે બોલે છે ત્યાં ભીડ ઉમટી પડે છે. જયા સોશિયલ મીડિયાના મહત્વને સારી રીતે સમજે છે, તેથી તેમની વેબસાઈટથી લઈને ફેસબુક, ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ પર ફોટોઝ, વાતો અને વીડિયોને ખુબ સર્ચ કરવામાં આવે છે. 

ઈન્સ્ટાગ્રામ પર તેમના 47 લાખ ફોલોઅર્સ છે. જોકે તે માત્ર 28 લોકોને જ ફોલો કરે છે. જેમાં ટોપ પર છે સ્ટેન્ડઅપ કોમેડીમાં ખાસ નામ બનાવનાર ઝાકિર ખાન. આ સિવાય તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિતાભ બચ્ચન, મિશેલ ઓબામા, અનુપમ ખેર, દિવ્યા ખોસલાકુમાર, સદગુરુ અને OTT સ્ટાર વિક્રાંત મેસીને ફોલો કરે છે. ફેસબુક પર તેમના 80 લાખ અને ટ્વીટર પર 50 લાખ ફોલોઅર્સ છે. તે એક એવી સેલિબ્રિટી બની ગયા છે જેમણે યુવાઓથી લઈને વડીલો સુધી દેશના હૃદયમાં સ્થાન બનાવ્યું છે.

જયા કિશોરે કોલકાતાની મહાદેવી બિડલા વર્લ્ડ એકેડમીમાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું. ત્યારબાદ બી.કોમનો અભ્યાસ કર્યો. લગભગ 9 વર્ષની ઉંમરે, જયા કિશોરીએ સંસ્કૃતમાં લિંગાષ્ટકમ, શિવ તાંડવ સ્તોત્રમ, રામાષ્ટકમ, મધુરાષ્ટકમ, શ્રી રુદ્રાષ્ટકમ, શિવ પંચાક્ષર સ્તોત્રમ, દરિદ્રય દહન શિવ સ્તોત્રમ અને અન્ય ઘણા સ્તોત્રોનું ગાન કરીને હજારો શ્રોતાઓને પ્રભાવિત કર્યા છે.

જયા કિશોરીના લગ્ન વિશે દરેક વ્યક્તિ જાણવા માગે છે. તે હજુ અપરિણીત છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે તે કોઈ સાધુ કે સન્યાસી નથી, માત્ર એક સામાન્ય મહિલા છે. જો કે તે મોડા લગ્ન કરવાની વાત કરે છે અને એ પણ કહે છે તેમના લગ્ન કોલકાતામાં થાય તો સારુ કારણ કે ત્યાં માતાપિતા પણ રહે છે. અને એવુ ના થયું તો માતાપિતાને પણ સાથે લઈને જશે. નાની બહેન ચેતના શર્મા સાથે તેનું બોન્ડિંગ સારું છે. ઈન્સ્ટાગ્રામ પર બંનેની સાથેની તસવીરો છે. તેની બહેન પણ તે 28 લોકોમાં સામેલ છે જેને તેઓ ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે.

જયા કિશોરીને તેમના ગુરુ પંડિત ગોવિંદ રામ મિશ્રાએ ભગવાન કૃષ્ણ પ્રત્યેના પ્રેમને જોતા 'કિશોરી જી'નું બિરુદ આપ્યું હતું. જે તેમણે પોતાના નામમાં ઉમેર્યું. તેમની કથાઓમાંથી જે દાન મળે છે તે જયા કિશોરી ઉદયપુરની એક સંસ્થા નારાયણ સેવા સંસ્થાને દાનમાં આપે છે. જ્યારે તે નાની બાઈ રો માયરી ગાય છે ત્યારે તેને સાંભળનારા શ્રોતાઓ આપોઆપ નાચવા મજબૂર થઈ જાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news