નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ 75માં સ્વતંત્રતા દિવસના અવસરે રાષ્ટ્રીય હાઈડ્રોજન મિશનની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે ભારતે પોતાની આઝાદીના 100 વર્ષ પહેલા ઉર્જાના ક્ષેત્રમાં સ્વતંત્ર બનવાનો સંકલ્પ લેવો પડશે. પીએમ મોદીએ કહ્યું કે ઉર્જા જરૂરિયાતોને પૂરી કરવા માટે દર વર્ષે 12 લાખ કરોડ રૂપિયા કરતા વધુ ખર્ચ દેશે કરવો પડે છે. સ્પષ્ટ છે કે ભારત પોતાની કુલ પેટ્રોલિયમ અને અન્ય ઉર્જા જરૂરિયાતોના લગભગ 85 ટકા આયાત કરે છે. જ્યારે પ્રાકૃતિક ગેસ મામલે અડધા કરતા વધુ જરૂરિયાતો વિદેશથી થનારી આપૂર્તિથી થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રીની જાહેરાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના રોજ ભારતની ઉર્જા પર્યાપ્તતા અને સુરક્ષા લક્ષ્યોને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય હાઈડ્રોજન મિશન શરૂ કરવાની જાહેરાત કરી. સ્વતંત્રતા દિવસના ભાષણમાં પ્રધાનમંત્રીએ ઉર્જા સ્વતંત્રતાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કહ્યું કે આ યોજના હેઠળ ભારતે હરિત હાઈડ્રોજન પ્રોડક્શન અને આયાત માટે એક ગ્લોબલ હબ બનવાનું છે. 


રાષ્ટ્રીય હાઈડ્રોજન મિશનની જાહેરાત
તેમણે કહ્યું કે દેશમાં આજે થઈ રહેલા પ્રોગ્રામ્સમાંથી જે ભારતને એક મોટી છલાંગ લગાવવામાં મદદ કરશે તે છે ગ્રીન હાઈડ્રોજનનું ક્ષેત્ર. પીએમ મોદીએ કહ્યું કે રાષ્ટ્રીય ધ્વજની નીચે, હું રાષ્ટ્રીય હાઈડ્રોજન મિશનની જાહેરાત કરી રહ્યો છું. પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે ભારતે પોતાની આઝાદીના 100 વર્ષ પહેલા ઉર્જાના ક્ષેત્રમાં સ્વતંત્ર બનવાનો સંકલ્પ લેવો પડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં એડવાન્સ બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ અને રોજગારના અવસરોને તૈયાર કરવામાં જલદી 100 લાખ કરોડ રૂપિયાની ગતિશક્તિ યોજના શરૂ કરવાની જાહેરાત પણ કરી. 


New Wage Code: સરકારી કર્મચારીઓ માટે આનંદના સમાચાર, મળશે 300 Earned Leave! અને બીજા પણ ઢગલો લાભ


પાણીથી ચાલશે કાર
હાઈડ્રોજન ગેસ બનાવવા માટે ભારતમાં અત્યાર સુધીમાં બે પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. જેમાંથી એક રીતમાં પાણીને ઈલેક્ટ્રોલિસિસ કરીને હાઈડ્રોજનથી અલગ કરવામાં આવે છે. એટલે કે પાણીની મદદથી બનાવવામાં આવેલ હાઈડ્રોજનથી કાર દોડી શકશે. જો કે આ રીત ફક્ત એ જ કારો માટે શક્ય બનશે જે હાઈડ્રોજન ગેસ ફ્યૂલને સપોર્ટ કરે છે. બીજી રીતમાં નેચરલ ગેસમાંથી હાઈડ્રોજન અને કાર્બન અલગ કરવામાં આવે છે. તેમાંથી મળેલા હાઈડ્રોજનને ફ્યૂલની જેમ ઉપયોગમાં લેવાય છે. 


ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અબજોનું રોકાણ, લાલ કિલ્લાથી પીએમ મોદીએ કરી 100 લાખ કરોડની ગતિ શક્તિ યોજનાની જાહેરાત


ઉર્જા મામલે આત્મનિર્ભર બનવાની જાહેરાત
પ્રધાનમંત્રી ગતિશક્તિ-નેશનલ માસ્ટર પ્લાન ઔદ્યોગિક ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાની સાથે સાથે એરપોર્ટ, નવા રસ્તા, અને રેલ યોજનાઓ સહિત વ્યવસ્થાઓને સારી બનાવશે અને યુવાઓ માટે રોજગારની તકો ઊભી કરશે. પીએમ મોદીએ 2047 સુધીમાં ભારતને ઉર્જાના મામલે આત્મનિર્ભર બનાવવાની પણ જાહેરાત કરી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube