New Wage Code: સરકારી કર્મચારીઓ માટે આનંદના સમાચાર, મળશે 300 Earned Leave! અને બીજા પણ ઢગલો લાભ

New Wage Code India Updates: નવા વેજ કોડની જબરદસ્ત ચર્ચાઓ ચાલે છે. પહેલા તે 1 એપ્રિલથી લાગૂ થવાનો હતો. પરંતુ રાજ્ય સરકારોની અટકળોના કારણે તેને લાગૂ કરાયો નહીં.

New Wage Code: સરકારી કર્મચારીઓ માટે આનંદના સમાચાર, મળશે 300 Earned Leave! અને બીજા પણ ઢગલો લાભ

નવી દિલ્હી: New Wage Code India Updates: નવા વેજ કોડની જબરદસ્ત ચર્ચાઓ ચાલે છે. પહેલા તે 1 એપ્રિલથી લાગૂ થવાનો હતો. પરંતુ રાજ્ય સરકારોની અટકળોના કારણે તેને લાગૂ કરાયો નહીં. ઝી ન્યૂઝને મળેલી જાણકારી મુજબ હવે આ નિયમ ઓક્ટોબરમાં લાગૂ થઈ શકે છે. આ સમયગાળામાં તમામ રાજ્યો પણ પોતાના ડ્રાફ્ટ તૈયાર કરી લેશે. જે હેઠળ કર્મચારીઓને પગાર, રજાઓ વગેરેમાં ફેરફાર થશે. 

Earned Leave​ વધીને 300 થશે
કર્મચારીઓની Earned Leave 240થી વધીને 300 થઈ શકે છે. લેબર કોડના નિયમોમાં ફેરફારને લઈને શ્રમ મંત્રાલય, લેબર યુનિયન અને ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ વચ્ચે અનેક જોગવાઈઓ પર ચર્ચા થઈ હતી. જેમાં જેમાં કર્મચારીઓની Earned Leave 240થી વધારીને 300 કરવાની માગણી કરાઈ હતી. 

સેલરી સ્ટ્રક્ચર બદલાશે
નવા વેજ કોડ હેઠળ કર્મચારીઓના સેલરી સ્ટ્રક્ચરમાં પણ ફેરફાર થશે. તેમની Take Home Salary માં ઘટાડો થઈ શકે છે. કારણ કે વેજ કોડ એક્ટ 2019 મુજબ કોઈ કર્મચારીની બેઝિક સેલરી કંપનીના ખર્ચ (Cost To Company-CTC) ના 50 ટકાથી ઓછી હોઈ શકે નહીં. હાલ અનેક કંપનીઓ બેઝિક સેલરીને ખુબ ઓછી કરીને ભથ્થા વધુ આપે છે જેથી કરીને કંપની પર બોજો ઓછો પડે. 

નવા વેજ કોડમાં શું છે ખાસ
નવા વેજ કોડમાં અનેક એવી જોગવાઈ આપવામાં આવી છે કે જેનાથી ઓફિસમાં કામ કરનારા સેલરીડ ક્લાસ, મિલો, અને ફેક્ટરીઓમાં કામ કરતા મજૂરી સુધી તેની અસર પડશે. કર્મચારીઓની સેલરીથી લઈને તેમની રજાઓ, અને કામના કલાકો પણ બદલાઈ જશે. આવો જાણીએ કે નવા વેજ કોડની કેટલીક જોગવાઈઓ જે લાગુ થવાથી તમારા જીવનમાં ઘણા ફેરફાર થશે. 

કામના કલાકો વધશે અને વીકલી ઓફ પણ વધશે
મળતી માહિતી મુજબ નવા વેજ કોડ મુજબ કામના કલાકો વધીને 12 કલાક થઈ જશે. શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું કે પ્રસ્તાવિત લેબર કોડમાં કહેવાયું છે કે અઠવાડિયામાં 48 કલાક કામકાજનો નિયમ જ લાગુ રહેશે હકીકતમાં કેટલાક યુનિયને 12 કલાક કામ અને 3 દિવસી રજાના નિયમ પર સવાલ ઉઠાવ્યા હતા. સરકારે તેમના પર આપત્તિ પર સપષ્ટતા કરતા કહ્યું કે અઠવાડિયામાં 48 કલાક કામનો જ નિયમ રહેશે. જો કોઈ દિવસમાં 8 કલાક કામ કરે તો તેણે 6 દિવસ કામ કરવું પડશે અને એક દિવસ રજા રહેશે. જો કોઈ કંપની દિવસમાં 12 કલાક કામની પદ્ધતિ અપનાવે તો બાકી 3 દિવસ તેણે કર્મચારીઓને રજા આપવી પડશે. જો કામના કલાક વધશે તો કામના દિવસ પણ 6ની જગ્યાએ 5 કે 4 જ રહેશે. પરંતુ આ માટે કર્મચારીઓ અને કંપની બંને વચ્ચે સહમતિ હોવી જરૂરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news