Government News: કેન્દ્રીય કર્મચારી વર્ષની બીજી છમાસિક મોંઘવારી ભથ્થાની રાહ જોઇ રહ્યા છે. આ નિર્ણયથી આગામી કેટલાક મહિનામાં લેવાનો છે. તે પહેલાં સિક્કિમ સરકારે પોતાના કર્મચારી અને પેન્શનધારકોને મોટી ભેટ આપી છે. રાજ્યની સરકારે મોંઘવારી ભથ્થું 4 ટકાના વધારાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. રાજ્ય સરકારના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ 4 ટકાનો વધારા સાથે સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોંઘવારે ભથ્થું વધીને 46 ટકા થઇ ગયું છે. આ વધારાથી ચાલુ નાણાકીય વર્ષમાં રાજકીય ખજાના પર 174.6 કરોડ રૂપિયાનો બોજો પડશે. ભથ્થામાં આ વધારો 1 જુલાઇ 2023 થી લાગૂ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલી કેબિનેટ બેઠકમાં નિર્ણય
મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગની અધ્યક્ષતામાં સિક્કિમ ક્રાંતિકારી મોરચા સરકારની પહેલી કેબિનેટ બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ સિક્કિમમાં નવી સરકારની રચના થઇ છે. પ્રેમ સિંહ તમાંગ સતત બીજીવાર રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે. 


માર્કેટમાં માર ખાધી હોય તો ખરીદી લો આ 5 શેર, 15 દિવસમાં તારી દેશે, શરૂ થશે અચ્છે દિન
PSU Stock: ખરીદી લેજો આ સરકારી શેર બનશે સવા શેર, બ્રોકરેજે કહ્યું- ₹1670 જશે ભાવ


કેન્દ્રીય કર્મચારીઓને અતુરતા
તમને જણાવી દઇએ કે કે નરેન્દ્ર મોદી સરકારમાં કેન્દ્રીય કર્મચારીઓ બીજી છમાસિક માટે મોંઘવારે ભથ્થાની રાહ જોઇ રહ્યા છે. ગત માર્ચમાં કેન્દ્રીય મંત્રી મંત્રીમંડળે મોંઘવારીની ભરપાઇ માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી (ડીએ) અને પેન્શનભોગીને મોંઘવારી રાહત (ડીઆર) ની એક વધારાનો હપ્તો ઇશ્યૂ કરવાની મંજૂરી આપી હતે. તેના અંતગર્ત મૂળ પગાર/ પેંશનના 46 ટકા દરમાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તેનાથી કેન્દ્ર સરકારના લગભગ 49.18 લાખ કર્મચારીઓ અને 67.95 લાખ પેંશનધારકોને ફાયદો થઇ રહ્યો છે. 


આજે ધરતી સાથે ટકરાઇ શકે છે ક્ષુદ્રગ્રહ, સ્પીડ 30000 KM; NASA એ આપી ચેતાવણી
કિલર લુક...કાર જેવા ફિચર્સ, પાર્કિંગમાં મૂક્યા પછી ભૂલી ગયા તો નો ટેન્શન, જાણો કિંમત