કિલર લુક...કાર જેવા ફિચર્સ, પાર્કિંગમાં મૂક્યા પછી ભૂલી ગયા તો નો ટેન્શન, જાણો કિંમત

2024 Yamaha Fascino S સ્કૂટરને કંપનીએ ટેક્નિકલી વધુ એડવાન્સ કર્યું છે. આ સ્કૂટરમાં આનસ્ર બેક ફંક્શન પણ આપવામાં આવ્યું છે, જોકે તેને વધુ ખાસ બનાવે છે. બજારમાં આ સ્કૂટર હોન્ડા એક્ટિવા 125 અને સુઝુકી બર્ગમેન સ્ટ્રીટ જેવા મોડલને ટક્કર આપશે. 

કિલર લુક...કાર જેવા ફિચર્સ, પાર્કિંગમાં મૂક્યા પછી ભૂલી ગયા તો નો ટેન્શન, જાણો કિંમત

Features And Mileage: યામાહા મોટર ઇન્ડીયાએ આજે ભારતીય બજારમાં પોતાના જાણિતા સ્કૂટર  Fascino ના નવા 'S' વેરિએન્ટને લોન્ચ કર્યું છે. આ નવા વેરિઅન્ટમાં જૂના મોડલ કરતાં વધુ રિચ ફિચર છે. તેમાં એવા ઘણા ફીચર્સ આપવામાં આવ્યા છે જે આ સ્કૂટરને વધુ એડવાન્સ બનાવે છે. કંપનીએ નવી Fascino S ને ત્રણ અલગ-અલગ રંગોમાં રજૂ કરી છે, જેની કિંમતો પણ અલગ-અલગ છે. આ સ્કૂટરની શરૂઆતની કિંમત 93,730 રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે.

પાવર પરફોમન્સ
2024 Fascino S કંપનીએ 125 સીસીની ક્ષમતાનું એર કૂલ્ડ એન્જીન ઉપયોગ કર્યું છે, જે 8.04bhpનો પાવર અને 10.3Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ સ્કૂટરમાં 5.2 લિટરની ફ્યુઅલ ટેન્ક છે અને તેનું કુલ વજન 99 કિલો છે. આ સ્કૂટરમાં આગળના ભાગમાં 12 ઇંચનું એલોય વ્હીલ અને પાછળના ભાગમાં 10 ઇંચનું એલોય વ્હીલ છે. આ સિવાય આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફોર્ક અને પાછળના ભાગમાં મોનોશોક સસ્પેન્શન આપવામાં આવ્યું છે.

બ્રેકિંગની વાત કરીએ તો આગળના પૈડામાં ડિસ્ક બ્રેક અને પાછળના પૈડામાં ડ્રમ બ્રેકનું કોમ્બિનેશન મળે છે. આ ઉપરાંત સૌથી વ્યાજબી વેરિએન્ટમાં બંને પૈડામાં ડ્રમ બ્રેક આપવામાં આવી છે. નવા Fascino S માં કંપનીએ કેટલાક ખાસ ફીચર્સને સામેલ કર્યા છે, જોકે તેને સેગ્મેંટમાં બાકી સ્કૂટરોના મુકાબલે સારા બનાવે છે. 

મળે છે આન્સર બેક ફંક્શન
તેમાં આન્સર બેક ફંક્શન આપવામાં આવ્યું છે. જેની મદદથી યુઝર્સ તેમના સ્કૂટરને ગમે ત્યાંથી શોધી શકે છે. આ ફીચર ઓપરેટ કરવા માટે યુઝરે Yamaha Scooter Answer Back એપ ડાઉનલોડ કરવી પડશે. જે ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર ઉપલબ્ધ છે. જ્યારે યુઝર આન્સર બેક બટન પર ક્લિક કરશે ત્યારે આ સ્કૂટરના બંને ઈન્ડિકેટર ઝબકશે અને બે સેકન્ડના અંતરે હોર્ન પણ વાગશે. જેના દ્વારા સ્કૂટરનું લોકેશન જાણી શકાય છે. આ સિવાય તેમાં સાયલન્ટ સ્ટાર્ટર, ઓટોમેટિક સ્ટાર્ટ અને સ્ટોપ ફંક્શન જેવી સુવિધાઓ છે.

કલર વેરિએન્ટ અને કિંમત
Yamaha Fascino S સ્કૂટરને કંપનીએ ત્રણ અલગ અલગ કલરમાં લોન્ચ કર્યા છે. આ સ્કૂટર મેડ રેડ, મેટ બ્લેક અને ડાર્ક મેટ બ્લૂ કલરમાં વેચણ માટે ઉપલબ્ધ છે. જેની કિંમત આ પ્રકારે છે. મેટ રેડ અને મેટ બ્લેક 93,730 (એક્સ શો રૂમ), ડાર્ક મેટ બ્લૂ 94,530 (એક્સ શો રૂમ) છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news