7th Pay Commission: સરકારી કર્મચારીઓને તો મોજે દરિયા! 50% ડીએ બાદ HRA થી લઈને ગ્રેચ્યુઈટી સુધી મોટા ફાયદા
7th Pay Commission News: જો તમે પણ સરકારી કર્મચારીઓ હોય કે તમારા પરિવારમાં સરકારી કર્મચારી હોય કે પરિવારમાં કોઈ સરકારી નોકરીમાં હોય તો તમને આ અપડેટ જરૂર ખબર હોવી જોઈએ.
7th Pay Commission News: જો તમે પણ સરકારી કર્મચારીઓ હોય કે તમારા પરિવારમાં સરકારી કર્મચારી હોય કે પરિવારમાં કોઈ સરકારી નોકરીમાં હોય તો તમને આ અપડેટ જરૂર ખબર હોવી જોઈએ. સરકાર તરફથી માર્ચના મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થયો છે. સરકાર તરફથી એલાન કરાયા બાદ ડીએ 46 ટકાથી વધારીને 50 ટકા થઈ ગયું છે. પરંતુ આ સાથે જ મોટું અપડેટ એ પણ છે કે ડીએને 50 ટકા કરવામાં આવ્યાના નિર્ણયથી કર્મચારીઓના બીજા પણ કેટલાક ભથ્થાઓમાં વધારો થઈ ગયો છે. જેમાં રિટાયરમેન્ટ સમયે મળનારી ગ્રેચ્યુઈટી પણ સામેલ છે. સરકારી કર્મચારીઓ માટે આ બંને અતિ મહત્વનું છે.
મોંઘવારી ભથ્થું 50% થવા પર ફેરફાર
સરકારી કર્મચારીઓ માટે અપડેટ એ છે કે નિયમ મુજબ મોંઘવારી ભથ્થું (DA) 50% પહોંચવા પર ગ્રેચ્યુઈટી સહિત અન્ય ભથ્થામાં આપોઆપ વધારો થઈ જાય છે. એવી પણ અટકળી હતી કે DA 50% થવા પર તેને બેઝિક પેમાં ભેળવી દેવાશે. પરંતુ હાલ સરકારે આવું કરવાનો ઈન્કાર કરી દીધો છે.
ગ્રેચ્યુઈટી પર ટેક્સનો ફાયદો
સરકારી કર્મચારીઓને મળનારી ગ્રેચ્યુઈટી પર આવકવેરા ટેક્સ લાગતો નથી. આ છૂટ ફક્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓની સાથે જ રાજ્ય સરકારના કર્મચારીઓ અને સ્થાનિક શાખાઓના સરકારી કર્મચારીઓ માટે પણ છે. સરકારી કર્મચારીઓને ગ્રેચ્યુઈટી ટેક્સની છૂટની સીમા વિશે સરકારે માર્ચ 2019માં આદેશ જારી કર્યો હતો. તે સમયે જણાવવામાં આવ્યું હતું કે 20 લાખ સુધીની ગ્રેચ્યુઈટી પર ટેક્સ લાગશે નહીં. આ છૂટ 29 માર્ચ 2018ના રોજ કે ત્યારબાદ રિટાયર થનારા, મૃત્યુ થનારા, રાજીનામું આપનારા કે વિકલાંગ કર્મચારીઓ પર લાગૂ થાય છે.
HRA માં પણ ફાયદો
મોંઘવારી ભથ્થું વધારવાનો ફાયદો કર્મચારીઓના ભાડા ભથ્થાં (HRA) માં પણ મળશે. ડીએ વધ્યા બાદ એક્સ, વાય અને ઝેડ કેટેગરીવાળા શહેરોમાં રહેતા કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધારી દેવાયું છે. આ ઉપરાંત કાર્મિક મંત્રાલયના આદેશ મુજબ મોંઘવારી ભથ્થું 50 ટકા થવા પર બાળકોના શિક્ષણ ભથ્થા અને હોસ્ટેલ સબસિડીની લિમિટ પણ વધી જશે. આ બંનેમાં આપોઆપ 25 ટકાનો વધારો થઈ જશે. મંત્રાલય તરફથી કહેવાયું છે કે 1 જાન્યુઆરી 2024થી કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં વધારો થતા બાળકોના એજ્યુકેશન અલાઉન્સ અને હોસ્ટેલ સબસિડીની રકમ વિશે જાણકારી માંગવામાં આવી છે.
ગ્રેચ્યુઈટીમાં 5 લાખ રૂપિયાનો ફાયદો
પહેલાના નિયમ મુજબ 33 કે તેનાથી વધુ વર્ષની સર્વિસ બાદ મળનારી ગ્રેચ્યુઈટી મૂળ વેતન અને મોંઘવારી ભથ્થા (DA)નું સાડા 16 ગુણા રહેતી હતી. પરંતુ મહત્તમ રકમ 20 લાખ રૂપિયા હતી. હવે ડીએ વધીને 50% થઈ ગયું તો ગ્રેચ્યુઈટીની લિમિટ 25 ટકા વધીને 25 લાખ રૂપિયા કરી દેવાઈ છે. એટલે કે હવે સરકારી કર્મચારી પહેલા કરતા 5 લાખ રૂપિયા વધુ ગ્રેચ્યુઈટી મેળવી શકે છે. 30 એપ્રિલ 2024ના રોજ જારી લેબર મિનિસ્ટ્રીના નોટિફિકેશનમાં કહેવાયું છે કે જ્યારે પણ મોંઘવારી ભથ્થું મૂળ વેતનના 50% થઈ જાય ત્યારે ગ્રેચ્યુઈટી 25 ટકા વધી જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube