નવી દિલ્હી: નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓના પગારમાં વધારો કરી શકે છે. આનો લાભ 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓને મળશે. તે જ સમયે, લાખો પેન્શનરોને પણ લાભ મળશે. સાતમા પગારપંચની ભલામણોને આધારે આ વધારો કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે કોરોના મહામારીને કારણે અટવાયેલી આર્થિક પ્રવૃત્તિને કારણે ગત વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓને મળેલા મોંઘવારી ભથ્થા પર પ્રતિબંધ મૂક્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- VIDEO: PM Modiએ કંઇક આ અંદાજમાં કર્યું નવા વર્ષનું સ્વાગત, તમે પણ જાણો


હાલમાં આ ગુણોત્તરમાં મળી રહ્યો છે પગાર
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને 21 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળે છે, પરંતુ હાલમાં તે 17 ટકા મળી રહ્યું છે. કેન્દ્ર સરકારે આ વ્યવસ્થા જૂન 2021 સુધી કરી છે. એવું માનવામાં આવે છે કે જૂન 2021 પછી સરકાર મોંઘવારી ભથ્થા પર રાહત આપી શકે છે. જો આવું થાય, તો પગાર અને પેન્શન બંનેમાં વધારો થશે. મહત્વનું છે કે, 1 જાન્યુઆરી અને 1 જુલાઇએ કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થું વધારશે. કેન્દ્ર સરકાર પગાર વધારવા માટે તેની આગામી બેઠકમાં આ નિર્ણય લઈ શકે છે.


આ પણ વાંચો:- હવે મકાન બનાવવા માટે ઈંટ-સિમેન્ટની જરૂર નથી, રમકડાંની જેમ જોડાઈ જશે બ્લોક


પગારમાં 5 હજારથી 25 હજાર રૂપિયા સુધીનો વધારો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નોન-ગેઝેટેડ અથવા બિન-રાજપત્રિત મેડિકલ સ્ટાફ માટે દર મહિને ઓછામાં ઓછા 5000 રૂપિયાનો વધારો કરવામાં આવશે. તેમનો એચઆરએ, ડીએ અને ટીએ પણ વધી શકે છે. જો આ બધા મર્જ કરવામાં આવે તો વિવિધ હોદ્દા પર પાંચ હજાર રૂપિયાથી લઈને 25 હજાર રૂપિયા સુધી પગારમાં વધારો થઈ શકે છે.


આ પણ વાંચો:- Corona પર અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, દેશની પ્રથમ કોરોના વેક્સિનને મંજૂરી


મોંઘવારીના વધારાને કારણે સરકાર હેઠળ કામ કરતા લોકોના જીવનધોરણ પર કોઈ વિપરીત અસર ના થયા તેથી સરકાર નિયત સમયગાળા પર ડી.એની ચૂકવણી કરે છે. તમને જણાવી દઇએ કે, અત્યાર સુધીના વલણ મુજબ કેન્દ્ર સરકાર 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. 7માં પગાર પંચ અંતર્ગત આ વ્યવસ્થા લાગુ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube