નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી (Delhi)ના આદર્શ નગર વિસ્તારમાં 18 વર્ષના યુવક રાહુલ રાજપૂત (Rahul Rajput) ના મૃત્યુ મામલે એક મોટો ખુલાસો થયો છે. રાહુલની ગર્લફ્રેન્ડે જણાવ્યું કે 8 લોકોએ મળીને તેની નજર સામે જ રાહુલની હત્યા (Murder) કરી હતી. તો પછી પોલીસ ફક્ત 5 લોકોના નામ જ કેમ જણાવે છે? બાકીના 3 લોકોને કેમ પકડ્યા નથી? અત્રે જણાવવાનું કે હિન્દુ યુવકને બીજા ધર્મની યુવતી સાથે પ્રેમ કરવાની સજા આપવામાં આવી હતી. છોકરો હિન્દુ સમુદાયમાંથી હતો જ્યારે છોકરી મુસ્લિમ સમુદાયમાંથી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદી આજે લોન્ચ કરશે પ્રોપર્ટી કાર્ડ, લાખો ગ્રામીણોને થશે ફાયદો, જાણો વિગતવાર


છોકરાની હત્યાનો આરોપ છોકરીના ભાઈ અને પરિવારજનો પર છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 3 સગીરો સહિત કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની ઓળખ મનવાર હુસૈન અને અબ્દુલ મહાર તરીકે થઈ છે. આ ઉપરાંત 3 આરોપીઓ સગીરવયના છે. 


શું હતું 7 ઓક્ટોબરની રાતે, જાણો સત્ય
 Zee News સાથે Exclusive વાતચીતમાં રાહુલની ગર્લફ્રેન્ડે જણાવ્યું કે 'હું 7 ઓક્ટોબરના રોજ રાહુલ સાથે હતી. સવારે 10 વાગે હું તેના ઘરે આવી હતી. તેના ઘરવાળાઓને મારા વિશે ખબર હતી. ત્યારે જ સાંજે મારા ઘરેથી તેને ફોન આવે છે. ટ્યૂશનના બહાને તેને  બહાર બોલાવવામાં આવ્યો અને ત્યારબાદ હું રાહુલ સાથે બહાર આવી. મારા ભાઈ અને પાડોશી સાથે હતા. ત્યારે જ તેની થોડે દૂર લઈ જઈને પીટાઈ કરવામાં આવી. મેં તેને બચાવવાની કોશિશ કરી અને લોકોને કહ્યું. ત્યારબાદ હું નજીકની પોલીસચોકીમાં ગઈ. પોલીસવાળા પણ ન આવ્યા. ત્યારબાદ હું રાહુલને લઈને તેના ઘરે ગઈ. રાહુલને દુખાવો થતો હતો. ત્યારપછી રાહુલના ઘરવાળાએ મને કહ્યું કે તુ ઘરે જા. મેં ના પાડી. પણ તેમણે જબરદસ્તીથી મને ઘરે મોકલી દીધી.'


હાથરસ ગેંગરેપ કેસ CBIએ કર્યો ટેકઓવર, યોગી સરકારે કરી હતી ભલામણ


રાહુલની ગર્લફ્રેન્ડ પર જીવનું જોખમ
યુવતીએ જણાવ્યું કે મારા પરિજનોને અમારા બંનેનું વાત કરવું ગમતું નહતું. મારા ભાઈને અમારા વિશે ખબર છે તે મને ખબર નહતી. જો મને ખબર હોત તો હું ક્યારેય રાહુલ સાથે આવું ન થવા દેત. રાહુલની હત્યા બાદ હવે પરિવારે યુવતીને પોતાનાથી દૂર નારી નીકેતનમાં રાખી છે. યુવતીએ જણાવ્યું કે એસએચઓએ તેને કહ્યું હતું કે તેના પરિજનો તેને મારી નાખશે. તેના જીવને જોખમ છે અને આથી તેને પરિવારથી દૂર અહીં રાખવામાં આવી છે. 


અત્રે જણાવવાનું કે દિલ્હી પોલીસે આપેલી જાણકારી મુજબ રાહુલનું જ્યારે પોસ્ટમોર્ટમ થયું તો ખબર પડી કે તેની Spleenમાં ઊંડો ઘા હતો. જેના કારણે તેનું મોત થયું. આ હત્યા ખબ જ બર્બર રીતે થઈ હતી જેથી જણાઈ આવે છે કે હત્યારાઓમાં કઈ હદે તાલિબાની માનસિકતા ભરેલી હશે. 


ઉલ્લેખનીય છે કે અનેક એવા જેહાદી અને ધાર્મિક કટ્ટરપંથી દેશમાં છે જેમને બંધારણ અને કાયદા પર ભરોસો નથી. આ ધાર્મિક કટ્ટરપંથીઓને એ જરાય સહન થતું નથી કે કોઈ યુવતી બીજા ધર્મના યુવક સાથે લગ્ન કરે. છોકરો હિન્દુ સમુદાયથી હતો એટલે ધાર્મિક કટ્ટરપંથીઓની હિંસક માનસિકતા વધુ ઉગ્ર થઈ ગઈ જેના આવેશમાં આવીને આ લોકોએ યુવકની હત્યા કરી નાખી. 


હાથરસ કેસ પર તમામ સમાચારો વિગતવાર જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube