Army Public Schoolમાં Teachersની 8000 વેકેન્સી, એપ્લિકેશન કરવાની આ છે છેલ્લી તારીખ
જો તમે શિક્ષકની નોકરી કરવા ઇચ્છો છો તો તમારા માટે આ શાનદાર તક છે. દેશની 137 આર્મી પબ્લિક સ્કૂલ માં પી.જી.ટી. (PGT), ટી.જી.ટી (TGT) અને પી.આર.ટી (PRT) ટીચર્સની લગભગ 8000 ખાલી જગ્યા માટે વેકેન્સી બહાર પાડવામાં આવી છે
નવી દિલ્હી: જો તમે શિક્ષકની નોકરી કરવા ઇચ્છો છો તો તમારા માટે આ શાનદાર તક છે. દેશની 137 આર્મી પબ્લિક સ્કૂલ માં પી.જી.ટી. (PGT), ટી.જી.ટી (TGT) અને પી.આર.ટી (PRT) ટીચર્સની લગભગ 8000 ખાલી જગ્યા માટે વેકેન્સી બહાર પાડવામાં આવી છે. જો તમે આ નોકરી માટે એપ્લિકેશન કરી નથી તો જલદી કરો, તેના માટે એપ્લિકેશન કરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર છે. આ ખાલી જગ્યાઓ માટે તમારે ઓનલાઇન એપ્લિકેશન કરી શકો છો.
આ પણ વાંચો:- ઘરે બેઠાં Online ઇનકમ માટે આ છે બેસ્ટ ઓપ્શન્સ, જરૂરથી કરો Try
જરૂરી યોગ્યતા
પી.જી.ટી. (PGT) માટે પોસ્ટ ગ્રેજ્યુએશન અને 50 ટકા ગુણ સાથે બી.એડ (B.Ed.) કર્યું હોવુ જરૂરી છે. ત્યારે ટી.જી.ટી (TGT) માટે ગ્રેજ્યુએશન અને બીએડમાં 50 ટકા ગુણ જરૂરી છે. પી.આર.ટી (PRT) માટે ગ્રેજ્યુએશન અને 50 ટકા માર્કસ સાથે બી.એડ. જરૂરી છે.
આ પણ વાંચો:- બેબી બંપ સાથે સોશિયલ મીડિયા પર છવાઈ રહી છે અનુષ્કા શર્મા, જુઓ શાનદાર Photos
વયમર્યાદા
ફ્રેશર ઉમેદવારોની વયમર્યાદા 40 વર્ષથી ઓછી હોવી જોઈએ. ત્યારે અનુભવી ઉમેદવારોની ઉંમર 57 વર્ષથી ઓછી હોવી જોઈએ. આ માટે છેલ્લા 10 વર્ષમાં ઓછામાં ઓછા 5 વર્ષ કામ કર્યાનો અનુભવ (Work Experience) હોવો જરૂરી છે.
આ પણ વાંચો:- દિવાળી પર રડાવશે ડુંગળી, જાણો કિંમત અને કારણ
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી એમસીક્યુ ઓનલાઇન ટેસ્ટ (MCQ Online Test)ના આધારે થશે. PGT/TGT માટે લેખિત કસોટી બે ભાગમાં હશે. બંને ભાગોમાં 90-90 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે અને આ માટે 180 મિનિટનો સમય મળશે. ત્યારે PRT ઉમેદવારોએ ફક્ત એક જ પાર્ટ આપવાનો રહેશે, જેમાં 90 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. આ માટે, 90 મિનિટનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આમાં નેગેટિવ માર્કિંગ (Negative Marking)ની જોગવાઈ પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો:- તમારા લાઈફ પાર્ટનરને આપો આ 8 વચન, જીવનની સફરમાં જોવા મળશે બદલાવ
અરજી ફી
ઓનલાઇન એપ્લિકેશન ફી તરીકે, ઉમેદવારોએ 500 રૂપિયા ચૂકવવા પડશે. ઓનલાઇન નોંધણી માટે, ઉમેદવારોએ સાઇટ http://aps-csb.in ની મુલાકાત લેવી પડશે. અહીં ઉમેદવારોએ પહેલા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ સૂચનામાં આપેલ માર્ગદર્શિકા વાંચી કાળજીપૂર્વક ફોર્મ ભરવાનું રહેશે. પરીક્ષા સંબંધિત વધુ માહિતી માટે, કૃપા કરીને સૂચના અને સત્તાવાર વેબસાઇટ જુઓ.
આ પણ વાંચો:- Google પર થયો હતો દુનિયાનો સૌથી મોટો સાયબર એટેક, હવે થયો ખુલાસો
મહત્વપૂર્ણ તારીખ
ઓનલાઇન અરજી માટેની છેલ્લી તારીખ: 20 ઓક્ટોબર, 2020
વેબસાઇટ: http://aps-csb.in
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube