તમારા લાઈફ પાર્ટનરને આપો આ 8 વચન, જીવનની સફરમાં જોવા મળશે બદલાવ

આજના સમયમાં સાચો પ્રેમ મળવો કોઈ વરદાનથી ઓછું નથી. એવામાં જો તમને તમારો સાચો પ્રેમ મળી જાય છે તો સમજવુ કે તમે ખુબજ ભાગ્યશાળી છો. તમારે આ સાચા પ્રેમની કદર કરવી જોઇએ. આ પ્રેમ જ છે, જે તમારા જીવનને સુંદર બનાવી દે છે અને તમન દરેક પળને યાદગાર ક્ષણથી ભરી દે છે

તમારા લાઈફ પાર્ટનરને આપો આ 8 વચન, જીવનની સફરમાં જોવા મળશે બદલાવ

નવી દિલ્હી: આજના સમયમાં સાચો પ્રેમ મળવો કોઈ વરદાનથી ઓછું નથી. એવામાં જો તમને તમારો સાચો પ્રેમ મળી જાય છે તો સમજવુ કે તમે ખુબજ ભાગ્યશાળી છો. તમારે આ સાચા પ્રેમની કદર કરવી જોઇએ. આ પ્રેમ જ છે, જે તમારા જીવનને સુંદર બનાવી દે છે અને તમન દરેક પળને યાદગાર ક્ષણથી ભરી દે છે. તેથી તમે પણ તમારા સાચા પ્રેમને એક્સપ્રેસ તમારા પાર્ટનર (Partner)ની સામે કરો અને તમારા જીવનને યાદગાર પળોથી ભરી દો. પ્રેમથી તમારુ જીવન સરળ બની શકે છે અને દરેક પળને અનમોલ યાદોથી ભરી શકો છો.

વચનોથી બનશે સંબંધ સુંદર
તમારા જીવનના સફરમાં તમારા સાચા પ્રેમની સાથે લાંબો સમય સુધી સાથે ચાલવા ઇચ્છો છો તો એક-બીજાને કેટવાક વચનો આપો. આ વચન તમારા સંબંધને મબજૂત કરશે અને તમને બંનેને એક-બીજાની નજીક લાવશે. સાથે જ બંને એક-બીજાથી ક્યારે બોર અથવા પરેશાન પણ થશો નહીં. તો આવો જાણીએ તે વચનો, જે તમને તમારા લાઇફ પાર્નટર (Life Partner)થી કરવા જોઇએ અને નિભાવવા જોઇએ.

એક-બીજાને આપો આ વચન
અમે તમારા માટે કેટલાક એવા વચનોનું લિસ્ટ બનાવ્યું છે, જે તમને તમારા પાર્ટનરથી કરવા જોઇએ. તેનાથી તમારા સંબંધમાં નવીનતા આવશે અને તમે એક-બીજાને સારી રીતે સમજી પણ શકશો.

1. એક-બીજાનું કરો સન્માન
જીવનમાં દરેક વ્યકિત ઇચ્છે છે કે, તેનો પાર્ટનર તેનું સન્માન કરે અને તેની ભાવનાઓને સમજે. જો તમે બંને એકબીજાના સન્માનની ભાવના જીવનભર અકબંધ રાકો છો તો આ સંબંધ અટૂટ હોય છે. આ તમારા લાઇફ પાર્ટનરને તમારા પ્રેમની દોરથી બાંધી રાખે છે. તેથી એક-બીજાની ભાવનાઓનું ધ્યાન રાખો, એક-બીજાને સન્માન આપો, તમે તમારા પાર્ટનરનું સન્મા કરશો તો તે પણ તમને સન્માનની નજરથી જોશે.

2. ક્યારેય વિશ્વાસ ના તોડવો
હવે જ્યારે તમે તમારા જીવન સાથીને પસંદ કરી ચુક્યા છો તો તેને આ વચન આપો કે તમે ક્યારેય તેનો વિશ્વાસ તોડશો નહીં. પોતાના પાર્ટનરનો વિશ્વાસ ક્યારે ન તોડવો જીવનનું સૌથી મહત્વનું પાસું છે. તમારા પ્રેમના સંબંધને બનાવી રાખવા માટે હમેશાં તે જરૂરી છે કે, તમે તમારા પાર્ટનરનો વિશ્વાસ બનાવી રાખો અને તમે તેને વચન આપો કે તેનો વિશ્વાસ ક્યારે તુટવા દેશો નહીં. આ વિશ્વાસ જ તમારા સંબંધનો પાયો હોય છે.

3. પર્સનલ સ્પેસ આપવી
તમે તમારા પાર્ટનરની સૌથી નજીક છો. તે તમારી પાસે પોતાના દિલની દરેક વાત કરે છે, તેનું દરેક સુખ-દુ:ખ તમારી સાથે શેર કરે છે પરંતુ તેમ છતાં તમારા પાર્ટનરને થોડી પર્સનલ સ્પેસ (Personal Space) આપવી જોઇએ. આ ટાઇમમાં તે ભલે તેના મિત્રોને મળે, વાતો કરે અથવા તેના કોઇ સંબંધી અથવા ફેમેલી મેમ્બરને મળવા ઇચ્છે તો તેમાં તમારે કોઇ વાંધો હોવો જોઇએ નહીં. વાસ્તવિકતા તો એ છે કે, તમને બંનેને જ મી ટાઈમની જરૂરિયાત હોય છે. આવી સ્થિતિમાં, તમારે તમારા પાર્ટનરને તે જ રીતે સ્પેન્ડ કરવા માટે ટાઇમ આપવો આવશ્યક છે.

4. વાતો પર આપો ધ્યાન
એક સાથે પ્રેમ ભર્યું લાબી સફર પસાર કરવા માટે તમારા બંને માટે જરૂરી છે કે, તમારા પાર્ટનરની વાતને ધ્યાનથી સાંભળો. તેની વાત સાંભળી સમજી તે શું કહેવા માંગે છે, કેમ કે, તમે તેની સૌથી નજીક છો. એવામાં તે તમારા જીવન સાથે જોડાયેલી દરેક વાતને તમારી સાથે શેર કરશે. તેથી તેની વાતોને ધ્યાનથી સાંભળો અને અનુભવ કરાવો કે, તમે તેની વાતને સારી રીતે સમજવાની ક્ષમતા ધરાવો છો. તમે એક-બીજાના સૌથી નજીક છો અને સુખ-દુ:ખના સાથી છો, તો એવામાં તમારી વચ્ચે કોમ્યુનિકેશન સારૂ રાખો, જેનાથી તમારા બંનેના સંબંધમાં દૂર આવી શકે નહીં.

5. ભૂતકાળની વાતો ભૂલાવી દો
હવે તમે બંનેનેએ સાથે એક લાંબી સફર તય કરવા જઈ રહ્યા છો તો તમારા પાર્ટનરની ભૂતકાળની વાતોને લઇને તમારા ભવિષ્ય બરબાદ ના કરો. દરેકનું એક ભૂતકાળ હોય છે. તે ભૂતકાળમાં તમારા પાર્ટનર સાથે શું થયું છે તે કેવી રહી રહ્યો, આ વાતથી તમારે કોઇ લેવાદેવા હોવી જોઇએ નહીં. તમારે તમારા આજ પર વિશ્વાસ કરવો અને ભવિષ્યને સુંદર બનાવવાનો પ્રયત્ન કરવો જોઇએ. તમારી આજે ખુશ છે અને ભવિષ્યના સુંદર સપના જોઇ રહ્યાં છો તે ભૂતકાળની વાતોને લઇને તમારો ટાઈમ અને મન કેમ કરવું જોઇએ. સારુ રહેશે કે, તમે બંને એકબીજાના ભૂતકાળને ભૂલાવી દો.

6. ક્યારેય બદલાશો નહીં
હેમેશાં પાર્ટનર્સને એક-બીજાથી ફરિયાદ હોય છે કે તે બદલાઈ રહ્યો છે. તમે ક્યારેય બદલાશો નહીં તમારા પાર્ટનરને વચન આપો. કેમ કે, આજે તમારા જે ગુણો છે, તેના કારણે તમારો પાર્ટનર તમારી સાથે આખુ જીવન સુખીથી પસાર કરવા ઇચ્છે છે. જો તમે બદલાઈ જશો તો તમારી વચ્ચે આજે જે ખુશી તે જોઇ રહ્યો છે, તે કદાચ ન જોઈ શકે.

7. દરેક પગલે સાથ નિભાવવો
તમારા સાચા પ્રેમ સાથે જીવનભર રહેવા માટે એકબીજાને વચન આપો કે, તમે દરેક પગલે, દરેક ક્ષણ તમારા પાર્ટનરનો સાથ નિભાવશો. તેની દરેક ખુશી અને દુ:ખમાં તેની દરેક ક્ષણમાં તેનો સાથ આપશો. તેનાથી તમારા પાર્ટનરની શક્તિ અને ખુશી, બંને બમણી થઇ જશે.

8. કોઇ અન્યના પાર્ટનર સાથે સરખામણી ના કરો
તમે તમારા પાર્ટનરથી એક વચન જરૂર કરજો કે તેઓ કોઇ અન્યના પાર્ટનરને જોઇને તેની સાથે તેમની સરખામણી ના કરે. માત્ર થોડા સમય માટે કોઇ અન્યના પાર્ટનરને જોઇને તમે અંદાજો લગાવી શકો નહીં કે તે ખરેખરમાં એ વ્યક્તિ એટલી સારી હશે, જેટલી તે દેખાઈ રહી છે. જો કે, ખામીઓ અને ખુબીઓ તમામમાં હોય છે. તેથી તમારા પાર્ટનરની ખામીઓ અને ખુબીઓ, બંનેને સ્વીકાર કરો. ભુલથી પણ કોઇ બીજા વ્યક્તિ સાથે તેમની સરખામણી કરો નહીં.

તમે પણ તમારા સંબંધને મજબૂત રાખવા ઇચ્છો છો તો તમારા પાર્ટનરથી આ 8 વચન જરૂર આપો. સાથે જ આ વચનને જીવનભર નિભાવવાનો પ્રયત્ન કરો. આ વચન તમારા સાચા પ્રેમને ક્યારેય પણ તમારાથી દુર જવા દેશે નહીં અને તમારા સંબંધમાં આ જ રીતે મીઠાસ જોવા મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news