થાણેની આ હોટલમાં `બેબી ડોલ` પીરસે છે ભોજન, એક ઝલક જોવા જામે છે ભીડ
મુંબઈને અડીને આવેલા થાણે વિસ્તારમાં એક રેસ્ટોરન્ટ ભોજન પીરસવા માટે `બેબી ડોલ` નામનું રોબોટ લાવ્યા છે. આ બેબી ડોલ ખુબ જ સુંદરતાથી અને સચોટતા સાથે પોતાનું કામ કરે છે. સાથે જ જમવાનું પીરસ્યા પછી `એક્સક્યુઝ મી` અને `થેન્ક યુ` પણ બોલે છે.
થાણેઃ મુંબઈને અડીને આવેલા થાણે(Thane) વિસ્તારમાં એક રેસ્ટોરન્ટ(Restaurant) ભોજન પીરસવા માટે 'બેબી ડોલ' (Baby Doll) નામનું રોબોટ(Robot) લાવ્યા છે. આ બેબી ડોલ ખુબ જ સુંદરતાથી અને સચોટતા સાથે પોતાનું કામ કરે છે. સાથે જ જમવાનું પીરસ્યા પછી 'એક્સક્યુઝ મી'(Excuse Me) અને 'થેન્ક યુ'(Thank You) પણ બોલે છે. રેસ્ટોરન્ટના માલિક આ રોબોટ જાપાનથી લાવ્યા છે.
આ રોબોટની કિંમત રૂ.10 લાખ છે. આ રોબોટને વાઈ-ફાઈ અને મેગ્નેટિક સ્ટ્રીપ દ્વારા ચલાવવામાંઆવે છે. રોબોટને ટેબલેટ દ્વારા કમાન્ડ આપવામાં આવે છે. તેની સાથે જ દરેક ટેબલ અને કુરસીમાં પણ એક ચિપ લગાવવામાં આવી છે, જેની મદદથી રોબોટ નક્કી કરેલા સ્થાન પર પહોંચી જાય છે.
ઓટો ક્ષેત્ર માટે માઠા સમાચારઃ જીએસટી કાઉન્સિલની બેઠકમાં દરમાં રાહતની આશા નહીં
બેબી ડોલ
રેસ્ટોરન્ટના માલિકે જણાવ્યું કે, આ રોબોટ અત્યંત દુબળી-પાતળી-નાજુક દેખાતી યુવતી જેવો છે, એટલે તેમના સ્ટાફે તેનું નામ 'બેબી ડોલ' પાડ્યું છે. એર હોસ્ટેસની જેમ બેબી ડોલને સ્કાર્ફ પણ પહેરાવાયો છે. હોટલમાં લોકો જ્યારે જમવા આવે છે ત્યારે રોબોટને ભોજન પીરસતાં જોઈને સૌથી પહેલા તો તેઓ આશ્ચર્ય ચકિત થઈ જાય છે. આ હોટલમાં રોબોટ લાવવામાં આવ્યો હોવાની વાત ફેલાયા પછી તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં આવી રહ્યા છે.
જુઓ LIVE TV....